Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્યો છે. તે સાત સ્થાને આ પ્રમાણે છે—(1) નિશ્ચયાત્મિક અથવા અસં. બદ્ધ ભાષા બોલવી, (૨) દરેકને દ્રોહ કરે, (૩) અહંકાર કર, (૪) રસ લેલુપ થવું, (૫) ઇન્દ્રિયને કાબૂમાં ન રાખવી, (૬) અસંવિભાગી થવું અને (૭) અન્ય જનેને માટે પ્રીતિપાત્ર ન થવું. આ સાતે અવિનીતનાં લક્ષણે છે. તે લક્ષણે દ્વારા અવિનીતને ઓળખી શકાય છે. ૯ છે
આ રીતે અહીં સુધીમાં સૂત્રકારે અવિનીતનાં ચૌદ સ્થાને (લક્ષણે) બતાવ્યાં છે, હવેની ચાર ગાથાઓમાં વિનીતનાં પંદર સ્થાને સૂત્રકાર બતાવે છે– “રિસર્ફ ટાળહિં–ઈત્યાદિ.
અન્વયાર્થ—અવિનીતનાં લક્ષણે બતાવીને હવે વિનીતનાં લક્ષણે બતાવવામાં આવે છે, તે વાતનું સૂચક “” પદ છે, પરĖ કોળહિં -રારિ સ્થા હવે પંદર સ્થાને (લક્ષણે) બતાવીને મુવિણ ત્તિ ગુણ-સુવિનીત પ્રત્યુતે સુવિનીતનું કથન કરવામાં આવે છે. જે પંદર લક્ષણેથી યુક્ત વ્યક્તિને સુવિનીત કહે છે, તે પંદર લક્ષણે આ પ્રમાણે છે-(૧) નીચાવી-નીરવત પિતાના ગુરુની શય્યા અને આસનથી જે સદા નીચે બેસનાર હોય-સ્વભાવે અનુદ્ધત હેય-ભગવાને દશવૈકાલિકસૂત્રમાં તે વાતનું આ પ્રમાણે કથન કર્યું છે–
"नीयं सिज्जा गइं ठाणं नीयं च आसणाणि य ।।
नीयं च पाए वंदिज्जा नीयं कुज्जा य अंजलिं ॥" વિનીત શિષ્ય ગુરુની શય્યા કરતા પિતાની શય્યા નીચી રાખે છે. ચાલતી વખતે તેમની પાછળ પાછળ ચાલે છે. ગુરુના આસન કરતાં પિતાનું આસન ઊંચું રાખતા નથી. તે શરીર નમાવીને તેમને વંદના કરે છે. એ બધી બાબતે “નીચાવી” દ્વારા ગ્રહણ કરવાની છે.
તથા (૨) અથવ-જવાહર ચપલતાથી રહિત હોવું–ગતિ, સ્થાન, ભાષા અને ભાવના ભેદથી ચપલતા ચાર પ્રકારની છે–શીવ્રતાથી ચાલવું તેને ગતિની અપેક્ષાએ ચપળતા કહે છે બેઠાં બેઠાં પણ હાથ પગ હલાવ્યા કરવા તેને સ્થાનની અપેક્ષાએ ચપળતા કહે છે. ભાષાની અપેક્ષાએ ચાર પ્રકારની ચપળતા છે-(૧) અસત્ય પ્રલાપ્ર–એટલે કે અવિદ્યમાન વસ્તુનું કથન કરવું. જેમ કે “આકાશ પુષ્પ છે.” (૨) અસભ્યપ્રલાપ–અતિ કઠોર શબ્દો બલવા, (૩) અસમીક્ષયપ્રલાપ–પૂર્વાપર સંબંધને વિચાર કર્યા વિના બોલવું, અને (૪) અદેશકાલ પ્રલાપ–દેશ કાળના વિષયમાં વિપરીત બલવું. જેમ કે મારવાડને બંગાળ કહેવું, વર્તમાનકાળને ભૂતકાળ અને ભૂતકાળને વર્તમાનકાળ કહેવો વગેરે. આ પ્રમાણે ભાષાની અપેક્ષાએ ચપલતાના ચાર પ્રકારની છે. પ્રસ્તુત સૂત્ર અને અર્થની પરિસમાપ્તિ કર્યા વિના અન્ય સૂત્ર અને અર્થ ગ્રહણ કરવાની ભાવનાનું નામ ભાવચપલતા છે. (૩) (અમારું-માથી) માયા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
२०६