Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નમિરાજા કે દાહજ્વર કા વર્ણન
કોઇ એક સમયે મિરાજાના શરીરમાં અતિદુઃસહુ એવા દાહજવર ઉત્પન્ન થયા. આથી તે ખૂબ જ વ્યથિત રહેવા લાગ્યા. તેને કાઈ પણ સ્થળે શાંતિ મળતી નહી'. વૈદ્યોએ તેને દવા કરવામાં કોઇ પ્રકારની કચાશ ન રાખી દરેક પ્રકારથી તેમજ વિવિધ રીતેાથી ચિકિત્સા કરી, પરંતુ રાજાનું જરા પણ દુઃખ ઓછું ન થયું'. આથી લાચાર બનીને વૈદ્યોએ પેાતાની નિષ્ફળતા સ્વીકારીને રાજાને કહ્યું કે, રાજન્! આપને માટે અમારી શક્તિ અનુસાર તમામ ચિકિત્સા કરી ચુકયા છીએ પરંતુ એક પશુ ચિકિત્સા સાધ્ય ખની નથી. શુ' કરીએ ? આ રાગ જ અસાધ્ય છે. આમ કહીને એ સઘળા ચિકિત્સકે પેાતે પેાતાને ઘેર ચાલ્યા ગયા. પરંતુ ચંદનના લેપ કરવાથી મિરાજાને કાંઇક શાતા દેખ વામાં આવી, આથી અંતઃપુરની તમામ રાણીઓએ ચંદન ઘસવાનું શરૂ કર્યું. પરંતુ ચંદન ઘસતી વખતે રાણીએના હાથ માંહેનાં કંકણાના ધ્વની થતા હતા. આ ધ્વનીથી રાગગ્રસ્ત નમિ રાજાના કાનાને ઘણાજ આઘાત પહેાંચતા હતા. એટલે તે સહન ન થતાં અકળાઈ જતા હતા. આથી તેણે પૂછ્યું કે આ શાના અવાજ થઈ રહ્યો છે ? એને ખબંધ કરો. કેમકે-એ અવાજથી મારા માથામાં શૂળ જેવી પીડા થાય છે.
નમિરાજા કે વૈરાગ્ય કા વર્ણન
નાકરાએ આ સમયે કહ્યું કે-મહારાજ! આપના દાહના શમન માટે મહારાણીએ જાતે ચંદન ઘસી રહ્યાં છે, ચંદન ઘસતાં ઘસતાં તેમના હાથમાં રહેલાં સૌભાગ્ય કકણા અથડાતાં અવાજ થાય છે. આ સાંભળીને નિમ રાજાએ કહ્યું-એ અવાજ–ગડબડ ખંધ કરાવી દો. નાકરાએ એના તરત જ અમલ કર્યાં. પરંતુ રાણીઓએ એથી સતેષ ન માનતાં ચંદન ઘસવાના હેતુથી પેાતાનાં હાથમાંના એક શીવાય બધાં ક કા કાઢી નાખ્યાં સૌભાગ્યના ચિન્હરૂપ ફક્ત એક એક માંગલીક ક કણને રાખીને પૂર્વવત્ સુખડ ઘસવાનું કાર્ય ચાલું રાખ્યુ નિમ રાજાના કાને જ્યારે કંકણાના અવાજ આવતા ખંધ થયા ત્યારે તેણે નાકરાને પૂછ્યુ હવે રાણીઓએ ચ ંદન ઘસવાનુ' અંધ કર્યું હોય તેવુ લાગે છે. કારણ કે જો તે ચંદન ઘસવાનું કામ કરતી હોય તેા તેમના હાથના કક
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૪૮