Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“વાડયા ” ઈત્યાદિ.
અન્વયાર્થ_એ જ પ્રમાણે વાયુકાર્યમાં પણ ઉત્પન થયેલ જીવ ઉત્કૃષ્ટની અપેક્ષાએ અસંખ્યાત કાળ તેજ નિમાં વ્યતીત કરે છે. જે ૮
“વાસંચમફાળો” ઈત્યાદિ.
તેની વ્યાખ્યા પણ આગળ દર્શાવ્યા પ્રમાણે સમજવી. પણ ત્યાં (એકેન્દ્રિય જીમાં) કાળ સંખ્યાતીત–અસંખ્યાત છે તે અહીં (વનસ્પતિ કાયમાં) ઉત્કૃષ્ટની અપેક્ષાએ કાળ અનંત છે. પ્રત્યેક વનસ્પતિ કાયિક જીવની ભવસ્થિતિ છે કે અસંખ્યાત કાળની છે છતાં પણ તેને અનંત કહેલ છે તે સાધારણ વનસ્પતિ કાયિક જીવની અપેક્ષાએ સમજવી. તેમાં અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળનું પ્રમાણ થઇ જાય છે. “દુરન્ત” પદને અર્થ આ પ્રમાણે છે-“આ અનન્ત કાળને અન્ત દુષ્કર છે) તે જીવ ઉત્કૃષ્ટની અપેક્ષા એટલા કાળ સુધી સાધારણ વનસ્પતિ કાયમાં રહે છે. તે જીવો પણ અત્યંત અ૮૫. બેધવાળા હોવાથી ત્યાંથી નીકળીને પણ સામાન્ય રીતે મનુષ્ય આદિ વિશિષ્ટ ભવને પામતા નથી. તેથી હે ગૌતમ! મહા મુશ્કેલીમાં મળેલા આ મનુષ્યભવને એક સમય પણ પ્રમાદમાં વ્યતીત ન કરીશ. ૯ છે
“વેઢ઼વિચાચમા” ઇત્યાદિ.
સ્પર્શન અને રસના એ બે ઈન્દ્રિયેથી યુક્ત કૃમિ આદિ છેના શરીરમાં રહેનાર તે જીવ ઉત્કૃષ્ટની અપેક્ષાએ સંખ્યાત હજાર વર્ષ પ્રમાણુ કાળ સુધી ત્યાં રહે છે. તેથી હે ગૌતમ! મનુષ્ય ભવને એક પણ સમય પ્રમાદમાં વ્યતીત ન કરશે. તે ૧૦
“તે રૃરિચવામgrગો” ઈત્યાદિ.
સ્પર્શન, રસના અને પ્રાણેન્દ્રિયથી યુક્ત જીવેને તેઈન્દ્રિય જી કહે છે. જેમકે કીડી, જુ, મકેડા વગેરે. હીન્દ્રિય જીવની જેમ તેમને ઉત્કૃષ્ટ કાળ પણ સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ છે. તેથી હે ગૌતમાં એક સમય પણ પ્રમાદમાં વ્યર્થ ન ગુમાવો. ૧૧
“કાઉર્જિવિચામરૂાગો” ઈત્યાદિ. સ્પશન, રસના, ઘાણ, અને ચક્ષુ, એ ચાર ઈન્દ્રિય વાળા જીવને ચતુ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨