Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભરપૂર છે. કષાયને કારણે જીવને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. તેને ત્યાગ થાય ત્યારે જ જીવનને મુક્તિ મળે છે.
ભગવાનને આ પ્રકારને ધર્મોપદેશ સાંભળીને રાજા સાલના અંતઃકરણમાં વિરાગ્ય ભાવ જાગ્યો. તેણે પિતાના મહેલે પાછા ફર્યા પછી પિતાના ભાઈ યુવરાજ મહાસાલને કહ્યું, “ભાઈ! તું આ રાજ્યને સ્વીકાર કર.” સાલની વાત સાંભળીને મહાસાલે કહ્યું, “આપ જે વસ્તુને ખરાબ ગણને ત્યજી રહ્યા છે તેમાં મને ફસાવવાનું શા માટે કહે છે? મારે આ રાજ્યની બિલકુલ જરૂર નથી. હું પિતેજ આ સંસારથી ઉદ્વિગ્ન થયે છું અને આપની સાથે હું પણ દીક્ષા લેવા માગું છું.’ આ પ્રમાણે નિર્ણય કરીને, પોતાના ભાણેજ ગાગલિને રાજ્યના અધિકારી બનાવીને બંને ભાઈઓએ ભગવાન મહાવીર સ્વામી પાસે જઈને દીક્ષા અંગીકાર કરી. તેમની સાથે વિહાર કરતા કરતાં, વિશિષ્ટ જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમથી યુક્ત બુદ્ધિ હોવાથી. તે બને એ પૂરેપૂરા અગ્યાર અંગેનું અધ્યયન કરી લીધું.
એક વખત રાજગૃહ નગરથી ચંપાનગરી તરફ શ્રીભગવાન મહાવીર વર્ધમાન સ્વામી વિહાર કરતા હતા. ત્યારે તેમને નમસ્કાર કરીને સાલ અને મહાસાલે તેમને કહ્યું, “પ્રભુ ! આપ આજ્ઞા આપે તે સ્વજનને ઉપદેશ આપવા માટે પૃષચંપા નગરીમાં જવાની અમારી ઈચ્છા છે.” ભગવાને કહ્યું, “ તમે બંને ગૌતમની સાથે ત્યાં જઈ શકે છે.” તેમણે એ પ્રમાણે કર્યું. તેઓ અને ગૌતમની સાથે પૃષ્ઠચંપાનગરીમાં પહોંચ્યા. ત્યાં ચાર જ્ઞાન ધારી શ્રી ગૌતમસ્વામીએ ધર્મદેશના ધર્મોપદેશ આપવા માંડી. જ્યારે ગાગલિએ સાંભળ્યું કે પિતાના અને મામા સાથે ગૌતમસ્વામી પિતાની નગરીમાં પધાર્યા છે ત્યારે તે પિતાના માતાપિતાની સાથે તેમને વંદના કરવા આવી પહોંચ્યા. ગાગલિરાજા સૌને વંદના કરીને ગ્ય સ્થાને બેસીને ધર્મદેશના સાંભળવા લાગ્યો. ધર્મદેશના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૮૪