Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિશ્ચલ પ્રવ્રજ્યા શિક્ષામેં સાલ મહાસાલ કા દૃષ્ટાંત
દસમા અધ્યયનની શરૂઆત
66
નમિ પ્રવ્રજ્યા નામનું નવમું અધ્યયન પૂરૂં થયું. હવે દસમું અધ્યયન શરૂ થાય છે. તેનું નામ द्रुमपत्रक ” છે. નવમા અધ્યયન સાથે તેના આ પ્રકારના સબંધ છે. નવમા અધ્યયનની અંદર પ્રત્રજ્યામાં નિશ્ચલ (ડ) રહેવા ખામત જે વાત કહી છે તે નિશ્ચલતા શિક્ષા દ્વારા જ આવે છે. અને દૃષ્ટાંતા વિના શિક્ષાની પ્રાપ્તિ થતી નથી—સુસ્પષ્ટ અને જાણવા લાયક દષ્ટાંતથી જ શિક્ષા પ્રાપ્ત થાય છે. તેથી તે શિક્ષાને સ્પષ્ટતા પૂર્વક સમજાવવાને માટે પ્રભુ મહાવીરસ્વામીએ ગૌતમસ્વામી સમક્ષ આ દસમું અધ્યયન કહેલ છે.
તેની પ્રસ્તાવના રૂપે સૌથી પહેલાં ગૌતમસ્વામીની કથા કહે છે— ભરત ક્ષેત્રમાં ચંપાનગરીના પાછળના ભાગમાં પૃષ્ઠચંપા નામની એક નગરી હતી. તેમાં સાલ અને મહાસાલ નામના એ સહેાદર ભાઇઓ રહેતા હતા. સાલ રાજા હતા અને મહાસાલ યુવરાજ હતા. તેમને યશેામતી નામની એક બહેન હતી. તેમના અનેવીનું નામ પિઠર અને ભાણેજનું નામ ગાગલિ હતું. એક દિવસ તે નગરીમાં ભવ્ય જીવા રૂપી કમલેને પ્રફુલ્રિત કરનારા શ્રી વર્ધમાન મહાવીરસ્વામી પધાર્યાં. તે અન્ને ભાઇઓ ઘણા ભારે ઠાઠમાઠથી સર્વજ્ઞ મહાવીર પ્રભુને વંદણા કરવાને માટે આવ્યા. ભક્તિભાવ પૂર્ણાંક વૠણા કરીને તે બન્ને ભાઇએ ચેાગ્ય સ્થાને બેઠા. પ્રભુએ જે ધમ દેશના દીધી. તેમાં આ પ્રમાણે સમજાવ્યું—
આ જીવને મનુષ્ય જન્મ, આ ક્ષેત્ર, ઉત્તમ કુળ, પાંચે ઇન્દ્રિએ ની પૂર્ણતા અને નિરોગી શરીર, આદિ ધર્મનાં સાધના દુર્લભ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, અશુભયેળ, તે બધાં ધર્મના પ્રતિબંધક મહારભ આદિ નરકનાં કારણેા છે, આ સંસાર જન્મ, મરણુ આદિનાં દુઃખાથી
કારણેા છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૮૩