Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ોધાવેશે નવી-કશે પપળિ
अजीर्णभुक्तौ भी स्थाने कालक्षेपः प्रशस्यते ॥" અર્થાત–ક્રોધના આવેશમાં, નદી પરથી ઉભરાતી હોય તે તેને પાર કરવામાં, પાપકર્મ કરવામાં, અજીર્ણ થયું હોય ત્યારે ખાવામાં અને ભયના સ્થાનમાં કાલક્ષેપ એટલે કે વિલંબ કરવો જરૂરી છે.
આ વિચાર કરી મદનરેખાએ વિદ્યાધરને કહ્યું, ભદ્ર! સહુથી સુંદર વાત તો એ છે કે, આપ મને પહેલાં ચારણ મુનિરાજનાં દર્શન કરાવે અને પછી આપને જેમ રૂચે તેમ આપની ઈચ્છાપૂર્વક કરે. મદરેખાનાં આ પ્રકારનાં વચન સાંભળીને હર્ષ મગ્ન બનેલા વિદ્યાધરે મુનિરાજની પાસે જવાનું સ્વીકાર્યું એ વિદ્યાધરનું નામ મણિપ્રભ હતું. તે વિદ્યાધરના વિમાનમાં બેસીને બને જણ મુનિરાજની પાસે પહોંચ્યાં. મદનરેખાએ ભક્તિથી આનંદભેર તે ચાર જ્ઞાનધારી ચારણ મુનિરાજને વંદના કરી. મુનિએ પણ જ્ઞાનથી મદન રેખાને જોતાં જ તેનું સઘળું વૃત્તાંત જાણી લીધું. મુનિરાજે મણિપ્રભને ધર્મોપદેશ દેવાની શરૂઆત કરી. એટલામાં આકાશમાર્ગેથી એક વિમાન નીચે ઉતર્યું. વિમાન ખૂબજ સુંદર હતું–મણુઓના સ્તંભથી એ સુશોભિત હતું. જિંગિકાઢના (ઘુઘરીઓના) ધ્વનીથી જેવા વાળાના મનને મુગ્ધ બનાવતું હતું. સૂર્ય સમાન તેની કાંતિ, હતી, તેરણથી એ શેભતું હતું, મેતિઓની માળાઓ તેના ઉપર લટકતી હતી. વાજીત્રાના મહર સુર તેમાંથી સંભળાતા હતા. જેનાથી દિશાઓના ખુણે ખુણા પણ ગુંજી રહ્યા હતા. આ વિમાનમાંથી એક દેવ જયજય કરતા ઉતર્યા. જે વિવિધ પ્રકારના વસ્ત્રાભૂષણથી શોભાયમાન હતા. જેની સાથે અનેક દેવીઓ પણ હતી વિમાનમાંથી બહાર નીકળતાં જ સર્વ પ્રથમ મદનરેખાને તેણે ત્રણ પ્રદિક્ષણા કરીને નમસ્કાર કર્યો, પછી મુનિરાજને સવિધિવંદનનમસ્કાર કરી તે યથા સ્થાને બેસી ગયા. ધર્મોપદેશ પછી મણિપ્રભ વિદ્યાધરે દેવની આ અનુચિત રીત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૪૦