Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રાણીઓને પરમમ અને ઉચ્ચ પ્રકારનું ધન છે, એવી ભાવના ભાવતા રહેા. કારણકે એજ દુઃખાના નાશ કરનાર તેમજ સુખદાયી છે. હવે આપ આ સમયે ચારે પ્રકારના આહારના પરિત્યાગ કરી, ચાર શરણાના આશ્રય લ્યા. પાંચપરમેષ્ઠી નવકાર મંત્રનું સ્મરણ કરતા રહેા. આના સ્મરણથી પાપાત્મા પણુ દેવ ખની જાય છે. સમ્યક્ત્વને આશ્રય કરવામાં પ્રમાદ ન કરી. આ પ્રકારનાં પોતાની પત્ની મદનરેખાના હિતકારક વચનાને સાંભળીને યુગ બાહુએ તેનાં કહેલાં વચનેાને પેાતાના હૃદયમાં સ્થાપિત કરીને શ્રદ્ધા પૂર્વક પચપરમેષ્ઠી મંત્રના જાપ કરતાં કરતાં પેાતાના દેહના ત્યાગ કર્યો.
આ તરફ્ મદનરેખાએ પણ વિચાર કર્યો કે સ અનર્થના મૂળ કારણુ સ્વરૂપ મારા આ રૂપને ધિક્કાર હે, જેણે મારા જીવનને દુઃખી મનાવ્યું છે. મારા આ રૂપને જોઈને રાજાએ પાતાના નાના ભાઈને મારી નાખ્યા. અસાર તથા ક્ષણુ વિનશ્વર આ મારા રૂપને નિમિત્ત મનાવીને જ રાજાએ ભારે દુષ્ક મંના બંધ કર્યો છે. હે પ્રભુ! હવે તા એવુ' લાગે છે કે, મારા જેઠ રાજા મણીરથ જખરજસ્તીથી મારા શીયળધમને ખડિત કરી દેશે. એને કારણે તા તેણે આટલે બધા અનથ કરેલ છે. આથી હવે ઘેર ન જતાં કઈ અન્ય સ્થળે ચાલ્યા જવામાં જ મારૂં શ્રેય છે. ત્યાં જઇ હવે પરણેકને માટે ઉદ્યમ કરીશ. જો હું ઘેર જાઉં છુ' તેા રાજા મારી પ્રાપ્તિના નિમિત્તથી મારા પુત્ર ચંદ્રયશને પણ મારી નાખતાં અચકાશે નહીં. આ પ્રકારના વિચાર કરી મદનરેખા શેક વ્યાકુળ સ્થિતિમાં પેાતાના પુત્ર વગેરેને કહ્યા વગર જ પૂર્વ દિશા તરફ રવાના થઈ ગઈ. ચાલતાં ચાલતાં તે એક મહાન ભયંકર એવા જંગલમાં કે જ્યાં અનેક જાતના હિંસક પશુએ હતા ત્યાં જઈ ચડી, ત્યાં તેણે રાત્રીમાં સિંહ અને વાઘની ગર્જનાઓ, શીયાળાની કીકીયારી, સુવાના હુંકારને, સર્પોના ભયંકર ફુત્કારને, સાંભળ્યા. પરંતુ એનાથી એ નીડર બની રહી. અને નમસ્કાર મંત્રના જાપ જપતી રહી. ત્યાં તેના ગર્ભના સમય પુરા થતાં અર્ધરાત્રીના સમયે પુત્રના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૩૮