Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમયે મણિરથે પોતાની સાથે લાવેલી ઝેરના પટવાળી તરવાર તેના ઉપર ચલાવી અને તુરત જ નગર તરફ નાસી ગયે. રસ્તે જતાં મણિરથ જે ઘોડા ઉપર બેઠો હતે તે ઘોડાની એડી હેઠળ એક વિષધર સર્ષ ચગદાયે. આથી કોધથી કપાયમાન તે સર્ષે ઉછળીને મણિરથને ડંશ દીધે. સર્પદંશના ઝેરથી મણીરથ ઘડા ઉપરથી ઉછળીને સેંય પર પડ અને મરણ પામે. અને જેથી નરકમાં દસ સાગરોપમની સ્થિતિવાળો નૈરયિક થયો.
આ તરફ મદનરેખા તરવારથી ઘાયલ થયેલા પિતાના પતિને જોઈ ચિત્કાર કરતી દેડીને પતિની પાસે પહોંચી ગઈ પતિના મરણ સન્મુખની છેલ્લી ઘડીઓ જોઈને તેની પાસે બેસીને ઘેર્યથી કહેવા લાગી કે હે નાથ ! આપ મનમાં કોઈ પ્રકારની ચિંતા ન કરશો. ધીરજ ધારણ કરી સ્વરચિત્ત બની રહેશો. કોઈના ઉપર જરા પણ રોષ કરશે નહીં. પોતાના જ કર્મને આ વિપાક છે એવું સમજીને આવેલા આ દુખને સમતાભાવથી સહન કરે. જીનેક્ત ધર્મનું શરણુ અંગિકાર કરે અને પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાને પરિત્યાગ કરે. હે સ્વામિન ! એજ પરલોકનું ભાથું છે. તેને આપ ગ્રહણ કરે. જગતના સઘળા જીવાત્માઓથી આપ પિતાના કરેલા અપરાધની ક્ષમા માગો અને તેમના અપરાધને આપ ક્ષમા આપે. ષથી વશીભૂત બનેલો જીવ પોતે જ પિતાના સ્વાર્થને વિનાશ કરી બેસે છે માટે આ શ્રેષને આપ આપના દિલમાં ન આવવા દે. “સઘળા જી મારા મિત્ર છે” આ પ્રકારની મિત્રી ભાવનાને હદયમાં સ્થાન આપે. જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી સર્વજ્ઞ અહી તને દેવરૂપથી, મેઢા ઉપર દેરાથી બાંધેલી મુખવીકા વાળા ગુણગરિષ્ઠ મુનિવરને ગુરુરૂપથી, અને જીનપ્રણિત શ્રુતચરિત્રરૂપ ધમ ધમ રૂપથી અંગિકાર કરે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ ગરૂપ પાંચ આસને મન વચન અને કાયાથી કરવા કરાવવા તથા કરતા હોય તેને અનુમોદન આપવાની ભાવનાને ત્યાગ કરે. પોતાના કુટુંબ તેમજ ધનમાં આપ હવે જરા પણ મમત ન રાખો. સ્વકૃત કર્મના વિપાક સમયમાં આ જીવનને રક્ષક તેના સ્વજન વગેરે કઈ બનતાં નથી. જે આધેલ ધર્મ જ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧ ૩૭