Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે હું તને મારી સર્વ રાજ્ય સંપત્તિની સ્વામિની બનાવીશ. મણિરથની એવી અનુચિત વાતને સાંભળીને મદનરેખાએ દાસી મારફત કહેવરાવ્યું કે, હું તે આપના નાના ભાઈની પત્ની છું, એ અધિકારથી તે સમસ્ત રાજ્ય સંપત્તિ મારા આધિન જ છે. જ્યારે આપ મને જે અગ્ય પ્રલોભન બતાવી રહ્યા છો તે તમને શોભારૂપ નથી. શિષ્ટપુરુષ આલોક અને પરલમાં વિરૂદ્ધ એવા નીંદનીય કાર્યનું આચરણ કરતા નથી. કહ્યું પણ છે--
જે શિષ્ટપુરુષ હોય છે તે મરવાનું પસંદ કરે છે, પરંતુ આ લોક અને પરલોકમાં જે કાર્ય વિરૂદ્ધ એટલે કે નીંદનીય મનાય છે તેવા કાર્યને કરવાની કદી ઈચ્છા પણ કરતા નથી. ” જે વ્યક્તિ શિષ્ટ હોય છે, તે પરસ્ત્રી પ્રત્યે તે ગમે તેટલી ઉત્કૃષ્ટ લાવણ્યમયી હોવા છતાં પણ તેને ઉતરેલા ધાન્યની સમાન ગણીને કદાપિ તેની ઈચ્છા કરતા નથી. તે પછી પોતાના નાના ભાઈની સ્ત્રીની તે વાતજ ક્યાં રહી? તે તે પુત્રી સમાન જ હોય છે. પરસ્ત્રીની ઈચ્છા જીવને માટે મહાદુઃખનું કારણ છે. આ પ્રકારે મદનરેખાએ સમજાવવાં છતાં પણ મણિરથે પિતાના દુરાગ્રહને છેડા નહિ. મદન રેખાએ જ્યારે એ જાણ્યું કે, મારે જેઠ જ મારૂં શીલભંગ કરવા તૈયાર થયા છે ત્યારે તેણે પોતાના પતિને પાછા બેલાવવા માટે એક દૂતને મોકલ્યો. જેટલા સમયમાં દૂત યુગબાહની પાસે પહોં. એ એજ સમયે યુગબાહુ શત્રુને પરાસ્ત કરીને પિતાના નગર તરફ આવવા માટે નીકળી રહ્યો હતે. યુગબાહુએ આવીને કદળીવનમાં પડાવ નાખે. યુગબાહના આગમનના સમાચાર તે મદનરેખાને આપ્યા અને કહ્યું કે, યુવરાજ યુગબાહ કદળી વનમાં રોકાયા છે. આ સમાચાર સાંભળીને મદનરેખા કદળી વનમાં ગઈ અને મણિરથને સઘળે વૃત્તાન્ત પોતાના પતિને કહી સંભળાવ્યો. મોટાભાઈ વિરૂદ્ધની વાતે પિતાની પત્નિના મઢેથી સાંભળવા છતાં યુગબાહુને તેની વાતમાં વિશ્વાસ ન આવ્યો. આ તરફ મણિરથે વિચાર કર્યો કે, યુગબાહુની હાજરીમાં મદરેખા મને ચાહેશે નહીં. આથી એવું જ કેમ ન કરવું કે, જેથી યુગબાહને અંત આવી જાય? આ માટે સહુ પ્રથમ યુગબાહુને વિશ્વાસમાં લેવું અને પછીથી તેને ઠેકાણે પાડી દે. યુગબાહુને નાશ કર્યા પછી પણ જે મદનરેખા નહીં માને તે હું જબરજસ્તીથી તેને મારે આધીન બનાવીશ. તેને મેળવવામાં મારે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧ ૩૫