Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નમિચરિત
નવમું અધ્યયન– આઠમું અધ્યયન સમાપ્ત થયું, હવે નવમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ “નમિપ્રવજ્યા ” છે આઠમા અધ્યયનની સાથે આને સંબંધ આ પ્રમાણે છે-આઠમાં અધ્યયનમાં “લોભ છેડી દેવું જોઈએ” એવું કહેલ છે. કેમકે, લેભ રહિત પુરુષ જ આ ભવમાં ઈન્દ્ર આદિ દેવ દ્વારા પૂછતા અને સન્માનિત બને છે. એ વાતને સમજાવવા માટે આ નવમા અધ્યયનને પ્રારંભ આવે છે. આમાં એજ સંબંધને લઈને જે આની પ્રસ્તાવના રૂપ નમિનું ચરિત્ર આવે છે તે અહિં સહુથી પહેલાં પ્રગટ કરવામાં આવે છે. –
યુગબાહુ દ્રષ્ટાંત
આ ભરત ક્ષેત્રમાં માલવ નામને એક દેશ હવે તેમાં સુદર્શન નામનું એક નગર હતું. ત્યાં મણિરથ નામને રાજા રાજ્ય કરતો હતો. શત્રુઓ તેનું નામ સાંભળીને જ કાંપતા હતા. આ રાજાને એક નાનો ભાઈ હતું જેનું નામ યુગબાહુ હતું. તેને રાજાએ યુવરાજ પદે સ્થાપિત કર્યો હતો. યુવરાજની પત્નીનું નામ મદન રેખા હતું. તે ઘણી જ સુંદર અને સુશીલ હતી. જીનવચન રૂપ અમૃતના પાનથી તેનું મિથ્યાત્વરૂપી વિષ નાશ પામ્યું હતું. એ “મેણુયા” નામથી પ્રસિદ્ધ છે. મદનરેખાને ચંદ્રયેશ નામને પુત્ર હતે.
એક સમયની વાત છે કે, મદનરેખાએ સ્વપ્નમાં ચંદ્રમા જે. પ્રાતઃકાળની ક્રિયાઓથી નિવૃત્ત થઈને તેણે એ સ્વપ્નની વાત પિતાના પતિને કહી. સ્વપ્નની વાત સાંભળીને પતિએ મદનરેખાને કહ્યું. પ્રિયે! આ સ્વપ્નનું ફળ એ છે કે “ચંદ્ર સમાન સકળ વિશ્વને સુખપ્રદ એ પુત્ર તમને પ્રાપ્ત થશે” આ પ્રમાણેનું સ્વપ્નફળ સાંભળીને તેને ખૂબ હર્ષ થયો. જે રીતે વસુંધરા (પૃથ્વી) કલ્પવૃક્ષના બીજને પિતાનામાં ધારણ કરે છે, એજ પ્રકારે મદન રેખાએ પણ સ્વપ્ન અનુસાર એવા પુત્રને પિતાના ગર્ભમાં ધારણ કર્યો. ગભરના પ્રભાવથી મદનરેખાને એ પ્રકારની ઈચ્છા થઈ કે, હું સદેરક મુખવસ્ત્રિકા ધારણ કરવાવાળા નિન્ય મુનિવરને વંદન કરૂં. જીનેંદ્રભાષી તનું શ્રવણ કરું.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૩ ૩