Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બાળકનું નામ નમિ એવું રાખ્યું. આઠ વર્ષને થતાં એ નમિ કુમારે સમસ્ત કળાઓને અભ્યાસ કર્યો. જ્યારે તે યુવાવસ્થાને થયું ત્યારે રાજા પઘરથે તેને ૧૦૦૮ એક હજાર આઠ સિઓ પરણાવી અને તેને રાજકાર્યમાં પણ સંપૂર્ણ રસ લેતે બનાવી દીધું. આ પ્રમાણે નમિકુમારમાં સર્વ ગ્યતા આવી જતાં પદ્મરથ રાજાએ તેને રાજ્ય કારોબાર સુપ્રદ કરી પિતાને વૈરાગ્ય ઉત્પન્ન થતાં ભાગવતિ દીક્ષા લઈ લીધી. નમિરાજાએ પણ પિતાના રાજ્યને કારોબાર ન્યાય નીતિ અનુસાર સુંદર રીતે ચલાવવા માંડ. હવે અહીં ચંદ્રયશ અને નમીરાજાના યુદ્ધની તૈયારીની કથા કહેવામાં આવે છે–
સર્પ કરડવાથી મણિરથ રાજા જ્યારે મરી ગયો ત્યારે તેના મંત્રીઓએ એકઠા મળીને યુગબાહુના પુત્ર ચંદ્રયશકુમારને રાજગાદી ઉપર બેસાડો. ચંદ્રયશકુમાર પિતાના મહાન વિસ્તૃત રાજ્યનું બહુ જ સુંદર રીતે રાજનીતિ અનુસાર સંચાલન કરવા લાગે.
એક સમયની વાત છે કે, મિરાજાને સર્વશ્રેષ્ઠ ગજરાજ કે જેને રંગ સફેદ હતે. તે મદેન્મત્ત બનીને મજબૂત સ્તંભને ઉખાડીનગરભરના બીજા હાથી તેમજ મનુષ્યને ખૂબજ ત્રાસ પહોંચાડીને વિંધ્યાચળ પર્વતની તરફ નાશી ગયે. નાસતાં નાસતાં તે ચંદ્રયશ રાજાની રાજધાની સુદર્શન પુરની સીમામાં પહોંચી ગ. રાજા ચંદ્રયશને આ હાથીના સમાચાર મળતાં તેણે પિતાના વીર સુભટો દ્વારા તેને પકડાવી લીધે. નમિ રાજાએ આઠેક દિવસ પછી જ્યારે આ વાત જાણું ત્યારે તેણે પોતાના એક દૂતને ચંદ્વયશ પાસે મોકલ્યા. દૂતે જઈને ચંદ્રયશને કહ્યું–રાજન ! મહારાજા નમિએ મને આપની પાસે જે સંદેશો લઈને એક છે, તે સંદેશો આપ કૃપાકરી સાંભળે. નમિરાજાએ એમ કહેવડાવ્યું છે કે, આપે અમારા જે ગજરાજને પકડ, છે તેને જલદી પાછે મેકલી આપે. દૂતની વાત સાંભળીને ચંદ્રયશે કહ્યું-ઘણું સારું ! માર્ગમાંથી મળેલું રત્ન કોઈને પાછું અપાય છે? એના ઉપર કેઈનું નામ તે લખેલ હેતું નથી કે જેથી તેને કેઈ ન લ્ય. નમિ રાજાએ આ કેવી વાત કહી? ધ્યાનમાં રાખે કે જે વીર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૪૫