Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જન્મ થયો. ત્યારબાદ મદનરેખાએ પિતાના અડધી સાડીને ફાડી તેની ખાઈ બનાવી એક વૃક્ષની ડાળીએ બાંધી તેમાં શુભ લક્ષણ યુક્ત પિતાના નવજાત પુત્રને સુવાડી પિતાના અંતઃકરણને તેની રક્ષામાં નિયુક્ત કરી એક પાસેના તળાવ ઉપર પોતાનાં વસ્ત્ર અને શરીરની શુદ્ધિ કરવા ગઈ તળાવ ઉપર જઈ તેણે પહેલાં પિતાનાં વસ્ત્રો ધેયાં, પછી તે સ્નાન કરવા તળાવમાં ઉતરી. સ્નાન કરીને તે નીકળતી હતી. કે એ સમયે ત્યાં એક તૃષાતુર હાથી આવી પહોંચે. હાથીએ તેને પિતાની સુંઢથી ઉપાડીને દડાની માફક ખૂબ જોરથી ઉછાળીને ફેંકી. તેજ વખતે ત્યાંથી પસાર થતા કેઈ યુવાન વિદ્યારે તેને નીચે પડતાં જ પિતાના વિમાનમાં ઝીલી લીધી, અને તેને વિમાનમાં બેસાડીને ચાલતો થયો. મદનરેખાએ વિદ્યાધરને પૂછયું. આ૫ કયાં જઈ રહ્યા છે? વિદ્યાધરે કહ્યું, અહિં નજીકના પ્રદેશમાં મારા પિતા ચારણ શ્રમણ છે જેઓ ચારજ્ઞાનના ધારક છે તેમને વંદન કરવા જઈ રહ્યો હતો. પણ વચમાં જ તમારે મેળાપ થતાં હવે ત્યાં ન જતાં સીધે મારા નગરની તરફ પાછો જઈ રહ્યો છું. નગરમાં તમને મુકી આવીને પછીથી તેમનાં દર્શન કરીશ. મદન રેખાએ વિદ્યાધરનાં વચન સાંભળીને વિચાર કર્યો કે, મારાં કર્મોને કે વિલક્ષણ વિપાક છે કે જેથી આપત્તિ ઉપર આપત્તિ આવી રહી છે. નીતિની એ વાત ખરેખર સાચા સ્વરૂપમાં મારા જ ઉપર આવી પડી છે કે
__ "एकस्य दुःखस्य न यावदन्तं, गच्छाम्यहं पारमिवार्णवस्य । ___ तावत् द्वितीयं समुपस्थितं मे, छिद्रेष्वनर्था बहुली भवंति ॥" મેં મારા એક શીલધર્મની રક્ષાના નિમિત્તથી જ મારા પુત્રને ધનને અને રાજય સુખનો ત્યાગ કર્યો અને એકાકી ત્યાંથી નિકળી પડી, પરંતુ મારે માટે તે અહીં પણ એજ આપત્તિને ફરીથી સામનો કરવાનું આવી પડયું છે. કેઈ હરકત નથી. ભલે આપત્તિઓ આવે, પરંતુ હું શીલજમને ત્યાગ કદી પણ કરવાની નથી. કોઈ પણ ઉપાયથી આ દુર્બોધ વિદ્યાધરને સમજાવીને મારા શીલની રક્ષા કરીશ. અથવા એ ભયને દૂર કરવા માટે થોડા સમયની પ્રતીક્ષા કરવી પડશે. ઉતાવળ કરવા જતાં ઉલટું દુઃખ ઉભું થશે. નીતિકારોએ પણ કહ્યું છે કે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૩૯