Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રાજા હતા. તેની સ્રીનું નામ પુષ્પવતી હતું, તેને પુશિખ અને રત્નશિખ નામના બે પુત્રો હતા. તે બન્ને વિનયશીલ અને દયાળુ હતા. સાથેાસાથ એ એ બન્ને ધર્માનુષ્ઠાનમાં દ્રઢ શ્રદ્ધાવાળા હતા. એક સમયની વાત છે કે, ચકવર્તીએ પાતાના એ બન્ને પુત્રોને રાજ્ય સુપ્રત કરીને સંયમ અંગિકાર કરી લીધા. અન્ને રાજકુમારોએ મળીને ચાર્યોશી લાખ પૂર્વ સુધી રાજ્ય કારભાર ચલાવ્યે એક સમયે કાઈ નિમિત્તના કારણે તેમના ચિત્તમાં સસારના ભાગેથી અને શરીરથી વિરક્તિ જાગી. આથી મને ભાઈ એએ ચારણ શ્રમણની પાસે જઈ દીક્ષા લીધી. અને સેાળલાખ પૂર્વ સુધી નિર્મલ ચારિત્ર પર્યાયનું પાલન કર્યું". આ પછી સમાધીભાવથી મરીને અશ્રુતકલ્પ નામના દેવલાકમાં શકેન્દ્રના સામાનિક દેવ થયા. ત્યાંની સ્થિતિ ખાવીસ સાગર પ્રમાણ છે. બાવીસ સાગર પ્રમાણુ એ પર્યાયમાં રહીને તે અનેએ નીત્ય નવા દિવ્ય સુખાને ભાગવીને પેાતાના દેવપણાનું આયુષ્ય વ્યતીત કર્યું. એ પછી ત્યાંથી ચ્સવીને અને દેવા ધાતકી ખ'ના ભરતક્ષેત્રમાં હરિષણ નામના વાસુદેવની ધર્મ પત્ની સમૂદ્રદત્તાના પેટે પુત્રરૂપે અવતર્યો સાગરદેવ અને સાગરજીત્ત એ નામથી તે બન્ને પ્રસિદ્ધ થયા. એ પર્યાયમાં પણ તેમણે સર્જંગ ઢસુત્રત ભગવાનની પાસે દીક્ષા ધારણ કર્યાને ત્રીજે જ દિવસે વિજળી પડવાથી તેમનું મૃત્યુ થયું. મરીને એ બન્ને જણા મહાશુક નામના દેવલેાકમાં સત્તર સાગરની સ્થિતિવાળા મહત્વિક દેવ થયા.
પધરથ કા દ્રષ્ટાંત
એક સમયે એ બન્ને દેવ ભરતક્ષેત્રમાં અર્હંત શ્રી નેમીનાથ પ્રભુની પાસે આવ્યા અને તેમને પૂછ્યું', 'હે ભગવન્ ! અમે બન્ને આ દેવ પર્યાયથી ચવીને કયા સ્થળે ઉત્પન્ન થશ` ? ભગવાને કહ્યુ’-તમે મન્નેમાંથી એક તા દેવ મિથિલાનગરીમાં જયસેન રાજાના પુત્ર થશેા. અને બીજા સુદર્શનપુર નગરમાં યુગમાહું યુવરાજના પુત્ર થશે. આપ બન્ને ત્યાં પિતાપુત્ર જેવા થશેા. આ પ્રકારનાં ભગવાનનાં વચન સાંભળીને તે બન્ને દેવ પોતાના સ્થાને ચાલ્યા ગયા. અને આયુષ્ય તેમનું પૂછુ થતાં તેમાંથી એક તા ત્યાંથી ચવીને વિદેહ દેશની મિથિલા નગરીમાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૪૨