Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. સ્વયં બુદ્ધ બનીને કપિલે એજ વખતે માથાના વાળને પિતાના હાથથી જ લોન્ચ કર્યો તે સમયે શાસન દેવતાએ આવીને એ સ્થાને તેમને મુનિશ પ્રદાન કર્યો તેમાં સરકમુખવીકા અને રજોહરણ આદિ અર્પણ કર્યા. મુનિ વેશને ધારણ કરી દ્રવ્ય અને ભાવ બને રૂપથી મુનિ થઈને ત્યાંથી તે રાજાની પાસે પહોંચ્યા. કપિલને આવેલા જોઈને રાજાએ કહ્યું-કહે તમે વિચાર કરી લીધે? કપિલ મુનિએ રાજાને પિતાના મને રથની પરંપરા સંભળાવીને કહ્યું—
"जहा लाहो तहा लोहो, लाहा लोहो विवढई।
दो मासक्यं कज्ज, कोडिए वि न निट्टियं ॥१॥
હે રાજન! શું કહ? જેમ જેમ લાભ થાય છે તેમ તેમ આ જીવને લેભ વધતું જાય છે. જેમ હું બે માસા સોનાની ઈચ્છાથી આવ્યું, પરંતુ મારી એ ઈચ્છા વધી વધીને એક કરોડ સુવર્ણમુદ્રાથી પણ શાંત ન થઈ શકી આ સઘળા વિચારોથી તૃષ્ણા ત્યાગ કરીને હું હવે સંયમી બની ગયે છું.
કપિલ મુનિની વાત સાંભળીને રાજાએ કહ્યું- મહાત્મન્ ! હું આપને માટે એક કરોડ સુવર્ણમુદ્રા આપું છું. આપ યથારૂચી તેને ઉપભોગ કરે. આ ઘતેમાં શું છે? એને છોડી દે. રાજાની વાત સાંભળીને કપિલ મુનિએ કહ્યુંરાજન ! હવે કરોડ સુવર્ણમુદ્રાની મારે કઈ જરૂરત રહી નથી. એ પ્રમાણે કહીને કપિલમુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. છ મહિના સુધી છઘાર્થ પર્યાયમાં રહીને તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
કેવળજ્ઞાન રૂપી ચક્ષુથી કપિલ કેવળી ભગવાનને એ વિચાર્યું કે, રાજગુહ નગરના માર્ગમાં અઢાર યોજન લાંબુ જે જંગલ છે. એ જંગલમાં બલભદ્ર અને તેના સાથીદાર પાંચસે ચાર છે એ ચેર પ્રતિબંધ કરવા યોગ્ય છે. આમ વિચારી તે જંગલ તરફ વિહાર કર્યો. આ ચારમાંનો એક ચેર કે જે આવતા જતા મુસાફરોની જાણ મેળવવા એક ઉંચા ઝાડ ઉપર ચડીને બેઠેલે હવે, તેણે કપિલ મુનિને આવતા જોઈ પિતાના ચાર બંધુઓને કહ્યું–જુઓ આ તરફ
એક શ્રમણ આવી રહ્યો છે. ચરોએ આડાફરી તેમને પકડી લીધા, અને તેમને પિતાના આગેવાન પાસે લઈ ગયા. ચેરના નાયકે મુનિને પૂછયું–શું તમે નાચ વાનું જાણે છે? મુનિરાજે પ્રત્યુત્તરમાં હા કહી. જેથી ચેર નાયકે નાચવાનું કહ્યું. મુનિએ કહ્યું કે-નાચવું એ મુનિને ધર્મ નથી, ચોર નાયકે ફરીથી કહ્યું તમે ગાવાનું જાણે છે ? મુનિએ કહ્યું, હા, ગાવાનું પણ જાણું છું. ચેર નાયકે ગાવાનું કહ્યું ત્યારે સ્વયંબુદ્ધ કપિલ કેવળીએ ચેરોને પ્રતિબંધિત કરવા આ આઠમા અધ્યયનને ધ્રુવક રાગમાં ગાયું. ધ્રુવકરાળ એને કહે છે જેમાં પ્રત્યેક ગાથાના અંતમાં પ્રથમનું પદ વારંવાર બલવામાં આવે, એની આ પ્રથમ ગાથા છે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧ ૨૦