Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમયે તેની પ્રાર્થને અનુસાર બધું તૈયાર કરી દીધું. તે પુરુષે તે મકાનની અંદર તે રાતના રહીને ઈચ્છિત સુખ જોગવ્યું. સવાર પડતાં જ તે સઘળી માયા અલેપ થઈ ગઈ. તે દરિદ્રીએ આ સઘળું જોઈને વિચાર કર્યો કે, હું આમ તેમ વ્યર્થ ઘુમી રહ્યો છું. આથી મને કોઈ લાભ થતો નથી. તેના કરતાં સારૂં તે એ છે કે, હવે હું સઘળું અભિષ્ટ સંપાદન કરવાને માટે કલ્પવૃક્ષ સમાન આ પુરુષની સેવા કરું. આ પ્રમાણે વિચાર કરીને તે દરિદ્રી તેની સેવા કરવા લાગ્યા. ખૂબ સેવા કરી તેથી તે સિદ્ધ પુરુષ પણ એની સેવાથી ઘણા જ પ્રસન્ન થયા અને તેને કહ્યુંકહે તમે શું ઈચ્છે છે ? સિદ્ધ પુરુષની વાત સાંભળીને તે દરિદ્રી પુરુષે કહ્યું કે, સિદ્ધરાજ ! હું જન્મથી દરિદ્રી છું. અનેકવિધ ઉદ્યમ કરવા છતાં પણ મને આજ સુધી ક્યાંયથી પણ ધનને લાભ મળી શક્યો નથી. એ દરિદ્રતાને દૂર કરવા માટે હું આ ભૂમિ ઉપર જ્યાં ત્યાં ફરફર કરૂં છું. પણ હવે દરિદ્રતાનું દુઃખ સહન થતું નથી. હું એ દુઃખથી ખૂબ જ ત્રાસી ગયેલ છું. આથી આખરે આપને આશ્રય લીધે છે. આપ મારા ઉપર પ્રસન્ન થઈ મને એવું વરદાન આપે કે જેથી હું પણ આપની જેમ સુખને ઉપભોગ કરી શકું. મહાપુરુષ આશ્રીતના ઉદ્ધારક હોય છે. આ પ્રકારનાં દરિદ્રી પુરુષનાં વચન સાંભળી તે સિદ્ધપુરુષે વિચાર કર્યો કે, આ ખરેખર દારિદ્રયથી વ્યાકુળ છે. આથી એના ઉપર ઉપકાર કરે એ મારું કર્તવ્ય છે. એ વિચાર કરી તેમણે તેને કહ્યુંહું તમને કામકુંભ વિધાયિની વિદ્યા આપું કે વિદ્યાથી અભિમંત્રીત આ કામકુંભ આપું. કહે શું ઈચ્છે છે? સિદ્ધપુરુષની આવી વાત સાંભળી એ કામભેગમાં ઉસુક બનેલા દારિદ્રીએ મનમાં વિચાર્યું કે, વિદ્યા સિદ્ધ કરવાનું કષ્ટ કેણ ઉપાડે? કેને ખબર કે વિદ્યા સિદ્ધ થાય કે ન પણ થાય. આથી એજ સારું છે કે, વિદ્યાથી અભિમંત્રિત કુંભ જ માગી લઉં. એ વિચાર કરી વિદા સિદ્ધ કરવામાં કાયરપણું દાખવતાં એ દારિદ્રીએ કહ્યું. “સ્વામિન્ ! વિદ્યાથી અભિમંત્રિત કુંલ જ આપ મને આપે. આ પ્રમાણે દરિદ્રીની વાત સાંભળીને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨