Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિઘારાહિત્ય કે વિષય મેં દરિદ્ર કા દ્રષ્ટાંત
છઠું અધ્યયન પાંચમા અધ્યયનમાં-પ્રભુદ્વારા અકામ-સકામના ભેદથી મરણના બે ભેદનું કથન કરવામાં આવ્યું છે. તેમાં સકામમરણ પંડિતોને અને જ્ઞાનીઓને થાય છે એ બતાવવામાં આવ્યું છે. સકામમરણ સમ્યગજ્ઞાનવાળા ચારિત્રના ધારક નિર્ચથેને જ થાય છે. આ માટે નિગ્રન્થના સ્વરૂપને સમજાવવા માટે નિગ્રન્થના આચારનું વર્ણન કરનાર આ “ક્ષુલ્લક નિગ્રંથીય ” નામના છઠ્ઠા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. સુલક–લઘુશિષ્ય-નવ દીક્ષિત, નિર્ચન્થ–સાધુ અર્થાત નવ દીક્ષિત સાધુ “ક્ષુલ્લક નિર્ચન્થ'' છે. એને સંબંધી હોવાથી તથા તેના આચારના પ્રતિપાદક હોવાથી આ અધ્યયન પણ “ક્ષુલ્લક નિર્ચન્થીય” એ નામથી કહેવામાં આવેલ છે. તેની અંદર નિર્ચન્થના સ્વરૂપને સમજાવવા માટે પહેલાં એના વિપક્ષને બતાવવા માટે સૂત્રકાર આ પ્રથમ ગાથા કહે છે –
ગાવંત-વિજ્ઞા” ઈત્યાદિ
અન્વયાર્થ–વિજ્ઞા–વિવાદ સમ્યગ જ્ઞાનરૂપ વિદ્યાથી રહિત મિથ્યાત્વથી ભરેલા પુરિસા-પુસવા મનુષ્ય નાવદ્રત્ત-ચાવનઃ જેટલા છે તે સર્વે-તે સર્વે તે સર્વે સુકa સંમવા-દુઃર્વસંમવાદ અનંત દુઃખની ઉત્પત્તિના સ્થાનભૂત છે. તથા– મૂઢીમૂઢા હિતા હિત વિવેકથી રહિત છે. અતg સંપાદિ-અનંત સંસારે આ અંતરહિત સંસારમાં ચાર ગતિવાળા સંસારમાં વઘુ સુcવંતિ-વહુ સુજ્યન્ત અનેકવાર જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, તથા દારિદ્રય વગેરેથી પીડિત હોય છે. આના ઉપરનું દૃષ્ટાંત આ પ્રકારનું છે.
કેઈ એક ભાગ્યહિન દારિદ્ર માણસ ખેતી તેમજ વ્યાપાર કરતું હતું, તેમાં અતિશય મહેનત કરવા છતાં પણ તેને કેઈ જાતને લાભ મળતું ન હતું. આથી તેણે ગામ છોડી વિદેશ જઈને ધન ઉપાર્જન કરવાનો વિચાર કર્યો. તે પિતાનું ગામ છેડીને વિદેશ ચાલ્યા ગયે. ત્યાં જઈને તેણે ધન કમાવા માટે અનેક વિધ ઉપાય ર્યા છતાં પણ તે સફળ થયો નહીં. આ પ્રમાણે ધન કમાવવાની આશાથી તે અહીં તહીં રખડવા લાગ્યું. તે પણ તેને સફળતા ન મળી. આખરે તે ભ્રમણથી ખેદયુકત બનીને પિતાને ઘેર પાછા ફરવા માંડયો. જ્યારે તે પાછા ફરી રહ્યા હતા ત્યારે માર્ગમાંએક રાત્રીએ કેઈ એક ગામના એક યક્ષમંદિરમાં રાત રોકાયે. ત્યાં તેણે જોયું કે, કેઈ એક પુરુષ વિદ્યા સિદ્ધ કરીને હાથમાં કળશ લઈને તે યક્ષ મંદિરની બહાર આવી રહ્યો હતો અને બહાર નીકળીને તે કળશની પૂજા કરી તેને પ્રાર્થના કરતો હતું કે, “હે કળશ! તું મારા માટે શષ્યા આસન આદિથી યુક્ત એક રહેવાનું ઘર તૈયાર કર.” તે કળશે તે જ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૭ ;