Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કમાઈ કમાઇને એક હજાર સુવણ મુદ્રાએ એકઠી કરી, એ સૈાના મહારાને લઈને ઘર તરફ નીકળ્યા. સદ્દભાગ્યે કેઇ એક સંઘ જતા હતા તેના સંગાથ મળ્યા. મામાં ખાવા પીવાના ખર્ચ માટે તેણે એક રૂપીયાની એસી કાકિણીયા (તે વખતનું પ્રચલિત નાણું) લીધી. જ્યાં સુધી તેનું ઘર ન આવ્યું ત્યાં સુધી એક એક કાકિણી ખરચતા રહ્યો, અને મા કાપતા રહ્યો. એક દિવસની વાત છે કે, તેણે જ્યારે એક કાકિણી આપીને એક જગ્યાએ ખાવા પીવાની સામગ્રી ખરીદી. આ વખતે તેની પાસે એક કાકી બાકી રહી હતી તેને એ સ્થળે ભૂલી ગયા. અને આગળ ચાલ્યેા, જ્યારે તે ઘણે દૂર નીકળી ગયા ત્યારે તેને ભૂલાયેલી કાકિણુ ની યાદ આવી. એ વખતે તેણે મનમાં વિચાર કર્યાં, કે મારી પાસે ખર્ચ કરતાં કરતાં એક જ કાકિણી તેા ખચી હતી, પરંતુ તે તા હું ભાજનના સ્થાન ઉપર ભુલી ગયા. હવે શું કરૂ? ઘરના રસ્તા હવે ત્રણ દિવસના છે. આથી હવે એક દિવસના ખર્ચ માટે નકામા રૂપીયા વટાવવા ચૈગ્ય નથી. આથી સહુથી સારી વાત તે એ છે કે પાછા ફરીને જ્યાં કાકિણી ભૂલી ગયા છું, ત્યાં જઈને તે શેધીને પાછી લઈ આવું. એવા વિચાર કરી તેણે મહારાથી ભરેલી થેલીને કઇ એકાન્ત સ્થાનમાં સંતાડી દીધી, અને એક કાકિણી માટે તે એ સ્થાન તરફ પાળેા ગયા. પેાતાની પાસેની સેાના મહેારની શૈલીને તે છુપાવતા હતા ત્યારે તે કાઈ રાહદારીના જોવામાં આવેલી, તેથી એના જવા પછી તેણે એ શૈલી ઉઠાવી લીધી અને ત્યાંથી રવાના થઈ ગયા. તે દરિદ્રી એક કાકિણીની આશાથી જ્યાં તે ભૂલી ગયા, હતા તે સ્થાન ઉપર પહેાંચ્યા, ત્યાં જઈ તપાસ કરી પરંતુ ખાવાએલી કાકિણી તેને મળી નહીં”. કારણ કે લેાકાની અવર જવરને કારણે ગમે તેની નજરે પડતાં કેઇએ તે લઈ લીધી હતી. આથી તે દરિદ્રીને જ્યારે પેાતાની એક કાકિણી ન મળી ત્યારે તે ખૂબ નીરાશ અને દુઃખી થયા, અન ત્યાંથી પાછેા કર્યાં. ચાલતાં ચાલતાં જે સ્થળે સાના મહારાથી ભરેલી થેલી સંતાડી હતી ત્યાં પહેાંમ્ચા. તપાસ કરી તે એ ચેલી પણ ગાયબ જણાઈ. આથી તેને પોતાની સ્થિતિનું ભારે દુઃખ ઉપજ્યું. આ રીતે એક કાકિણીના લેાલમાં પડીને તેણે મહાકષ્ટથી મેળવેલું સઘળુ દ્રવ્ય ગુમાવ્યું. દુઃખની પ્રબળતાથી વ્યાકુળ બની નિન અવસ્થામાંજ તે ઘેર પાછે ફર્યાં અને “અપ થાડા માટે મેં મારી સધળી મિલ્કત ગુમાવી” આ પ્રકારના કલ્પાંત કરતાં વિપત્તિરૂપ દશાને પ્રાપ્ત કરતાં તેણે પેાતાના લેાલની ભારે નિંદા કરવા માંડી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૯૯