Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માલિકને ઘેર જ્યારે કોઈ મહેમાન આવી પહાંચશે ત્યારે આ ખીચારાને મારી નાખવામાં આવશે. આથી સારૂં તેા એ છે કે સુકા અને થાડા ઘાસની પ્રાપ્તિ જ આપણે માટે ઉત્તમ છે. આથી જીવન તેા ઓછામાં ઓછું ઉપદ્રવથી મુકત બન્યુ છે ! જ્યારે આ પ્રકારે પેાતાની માતાએ વાછરડાને સમજાવ્યો એટલે તેના મનને સ ંતાષ થયા અને દૂધ પીવા માંડયેા.
એક સમયની વાત છે, તેના માલિકને ઘેર ઘણા મહેમાન આવ્યા તેમને સેાજન આપવા માટે તે ખીચારા ઘેટાને મારી નાખવામાં આવ્યા, અને તેનું માંસ મહેમાનાને ખવરાવ્યું. જ્યારે ગાયના વાછરડાએ તે ઘેટાની આ પ્રમાણેની હાલત જોઈ ત્યારે ફરીથી તેણે સાંજના પેાતાની માતાનું દૂધ પીવું છેાડી દીધું. માતાએ ફ્રીથી દૂધ ન પીવાનું કારણ પૂછ્યું. તે તેણે કહ્યું, મા ! આજ આપણા માલિકને ત્યાં ઘણા મહેમાન આવ્યા છે, તેથી તેમના સત્કાર માટે માલિકે તે ઘેટાને ઘણી નિર્દયતાથી મારી નાખ્યા. જ્યારે તેણે તેના ઉપરશસ્રના પ્રહાર કર્યો ત્યારે તે ખીચારાનું માઢું ફાટી ગયું. જીભ તેની ખહાર નીકળી પડી, આંખા વહુવળ બની ગઈ, ઘણી જ ખરાબ રીતે તે આક્રંદ કરવા લાગ્યું, દરેક રીતે પેાતાની દીનતા ખતાવી પરંતુ માલિકને તેના તરફ જરા સરખીચે દયા ન આવી. એ તીક્ષ્ણ શસ્ત્રના ઘાથી જોત જોતામાં તેને પ્રાણુ ચાલ્યા ગયા. તેની એ પ્રકારની દયાજનક દશાને જોઈ ને આજ દૂધ પીવાની મને જરાએ ઈચ્છા થતી નથી. અચ્ચાની વાત સાંભળીને માતાએ કહ્યુ-આ વાત તે મે અગાઉ તને કહી હતી કે, તે ઘેટા માટે માલિક જે સારા એવા લીલા ચાર અને સમયસર પાણી વગેરેથી એનું લાલન પાલન કરી રહ્યો હતા તે બધુ મરણ પથારીએ પડેલા રાગીને પથ્યાપથ્ય ના વિચાર વગર અપાતા ભાજન સમાન છે માટે હવે તું આ વાતની ચિંતા કરી તારા ચિત્તમાં કલેશને સ્થાન ન આપ. ધૈયનું અવલંબન કરીને દૂધ પી. આ પ્રકારની માતાની વાત સાંભળી વિકલ્પના પરિત્યાગ કરીને તે વાછરડાએ દૂધ પીવાનું શરૂ કર્યું". આ દૃષ્ટાંતથી ફક્ત એટલે જ ભાવ નિકળે છે કે, જે પ્રકારે એ ઘેટુ' મહેમાનેાને લાગ ધરાવવા માટે રૂટપુષ્ટ કરવામાં આવ્યુ હતું તેજ પ્રકારે ખાલજને પણ નરકઆયુષ્ય માટે જ રસલેાલુપી બને છે. ॥ ૪॥
આ વાતને સૂત્રકાર ત્રણ ગાથાઓથી વિસ્તાર પૂર્વક સમજાવે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૯૫