Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ પહેરાવતા. તે ઘેટાનુ બચ્ચુ વખતે વખત દુમતિના મૃદુલ કર૫થી આનંદ પામતું પોતાના જીવનના દિવસેાને સુખપૂર્વક આન ંદથી પસાર કરવા લાગ્યું. એ દુર્મતિના ઘેર એક ગાય અને તેનુ વાછરડું પણ હતું. પણ તેની સંભાળ આ રીતે તે લેતા ન હતા. આ ગાયના વાછરડાને ઘેટાના બચ્ચાને આ રીતે લાલન પાલન પૂર્વક ઉછેરાતું તથા રૂષ્ટ પુષ્ટ થતું જોઈને માલિક ના ઘેટાના અચ્ચા પ્રત્યેના પક્ષપાત જોઇ તેના મનમાં ખૂબ દુ:ખ થવા લાગ્યું, છેવટે વ્યથિત થઈ ને તેણે પોતાની માનું દૂધ પીવાનુ પણ છેાડી દીધુ. ગાય પાતાના બચ્ચા પ્રત્યેની મમતાને કારણે દૂધ દોહવાના સમયે પેાતાના ખચ્ચા માટે થાડુ દૂધ ચારી લેતી (એછું આપતી) અને દેહનાર માશુસ પણ તેટલેથી મુકી દેતા. ગાયે વિચાર કર્યો કે, મારા બચ્ચા માટે હું મારા આંચળમાં દૂધ છુપાવી રાખું છું છતાં પણુ મારૂં બચ્ચું મન મૂકીને દૂધ પીતું નથી. માટે કાંઇક કારણુ હશે.
એક દિવસ ગાયે પેતાના બચ્ચાને પ્રેમપૂર્વક ચાટતાં ચાટતાં પૂછ્યું – વત્સ! આજે તે દૂધ કેમ ન પીધું? માતાની વાત સાંભળીને વાછરડાએ કહ્યું કે, માતા! મને એ વાતના વિચાર આવે છે કે, આપણેા માલિક આ ઘેટાના અચ્ચાને પુત્રની માફક પાળી રહ્યો છે, અલંકારોથી તેને વિભૂષિત કરે છે. તે બચ્ચુ પણ ખૂબ પુષ્ટ બની ગયું છે, દેહના ભરાવાથી તે ફુગા જેવું ખની ગયું છે. જ્યારે મારા તરફ્તા માલિકનું ધ્યાન પણ જતું નથી. હું કેવા મંદભાગી છુ કે, આ પ્રકારથી મારૂ લાલન પાલન થતું નથી. આ માલિક જે પ્રકારનું ખાનપાન એ ઘેટાના બચ્ચાને આપે છે તેવું મને કદી પણ આપતા નથી. મને તે પૂરૂ સુકું ઘાસ પણ ખાવા આપતા નથી. તેમજ સમયસર પુરૂ પાણી પણ પાતા નથી. આપે છે તે તે પણ સમયસર આપને નથી. તેમજ ન તા તે મને પ્રેમની દૃષ્ટિથી જુએ છે. આથી હે માતા ! મારૂં મન આજે ખૂબ વ્યાકુળ ખની ગયું છે. આ કારણે આજે મને દૂધ પીવાની ઈચ્છા થતી નથી. આ પ્રકારનુ' પેાતાના અચ્ચનું વચન સાંભળીને તે ગાયે કહ્યું, વત્સ! આ મામતમાં તું ચિંતા ન કર. તારે સમજવું જોઇએ કે, આ ઘેટાના મચ્ચાને માલિક તરફથી જે પ્રિય આહાર આપવામાં આવે છે તે મરણ પથારી પડેલા રાગીને પથ્યાપથ્યના વિવેક વગર આપવામાં આવતા આહારના જેવું છે.
ન
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૯૪