Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જતી. તે ભરવાડ ત્યાં બેસીને નવ બેઠે એક નાની એવી ગીલેલ બનાવતે અને તેના ઉપર બોરને ઠળીયે ચઢાવીને તે વડે એ વડલાનાં પાંદડાને છેદવાની રમત રમ્યા કરતે. જ્યાં સુધી તે ત્યાં વડલા નીચે બેસી રહે ત્યાં સુધી નવ બેઠે આજ કામ કર્યા કરતે. આથી તે વડલાનાં સઘળાં પાંદડાં છીદ્રાળાં થઈ ગયાં. કેઈ એક દિવસે પિતાના મોટાભાઈથી તિરસ્કારાએલ એ એક રાજકુમાર એ સ્થાને આવી પહોંચ્યો. તેણે વડના દરેક પાંદડાને વીંધાયેલાં જોયાં, જેથી આશ્ચર્ય સહિત તેણે તે ભરવાડને પૂછયું કે, આ વડલાનાં તમામ પાંદડાંને કેણે વીંધી નાખ્યાં? તેની તમને ખબર છે ? રાજકુમારની વાત સાંભળીને ભરવાડે કહ્યું, મારા સિવાય અહીં બીજું કેણ છે કે જે એ કામ કરે ? મેં જ એ કામ કર્યું છે. બપોરના વખતે બકરીઓ ચરીને જ્યારે આ વડલાની નીચે છાયામાં બેસે છે ત્યારે હું પણ આ સ્થળે આરામ કરું છું અને સમય વિતાવવા માટે આ ગિલમાં બેરને કેળીયો ચડાવીને રમત રમું છું અને રમત કરતાં કરતાં પાંદડાં છેદયા કરું છું. રાજકુમારે તેની આ પ્રકારની કુશળતા – તિરંદાજીપણું જાણીને વિચાર કર્યો કે, મારા મોટાભાઈ કે જેણે મને રાજયની બહાર કાઢી મૂકયે છે તેને ઘાટ ઘડવા માટે મને આ ઘણો ઉપયેગી થઈ પડશે. આ પ્રમાણે વિચાર કરીને તે રાજકુમારે તેના પાંદડાં છેદવાના કાર્યની ભારે પ્રસંશા કરી અને ઘણું દ્રવ્ય આપીને કહ્યું કે, શું તમે હું કહું તે માણસની બને આંખો ફેડી શકે ખરા? ભરવાડે તેના ઉત્તરમાં કહ્યું કે, હા! ફેડી શકું છું. તેની એ વાત સાંભળીને રાજકુમાર તેને એક શહેરમાં લઈ ગયો અને ત્યાં તેને એક ગુપ્ત મકાનમાં રાખે. એક દહાડો તે રાજપુત્રનો મેટો ભાઈ કે જે રાજા હતા તે ઘોડા ઉપર બેસીને ત્યાંથી નીકળે. રાજપુત્રે તે ભરવાડને બતાવીને કહ્યું કે, જુઓ ! આ ઘેડા ઉપર બેસીને જાય છે, તેની બને આંખે ફેડી નાખે. રાજપુત્રની આ વાત સાંભળીને તેણે પિતાની ગીલેલ ઉપર ગળી ચડાવી અને જોત જોતામાં રાજાની બને અને ફેડી નાખી. સમય જતાં એ રાજપુત્રને રાજ્ય મળી ગયું. એટલે તેણે તે ભરવાડને કહ્યું કે-કહે ! તમારી મહેનતને તમને શું બદલે આપું? રાજકુમારની વાત સાંભળીને ભરવાડે કહ્યું કે, હું જ્યાં રહે છું તે ગામ મને ઈનામમાં આપી દે આ નવા રાજાએ પ્રસન્ન થઈને તેની માગણીને સ્વીકાર કર્યો અને તેને તે ગામ ઈનામમાં આપી દીધું. આ કથાથી કેવળ એ ભાવ નીકળે છે કે, તે ભરવાડે કેઈ પણ જાતના પ્રયજન વગર તે વડનાં પાંદડાંનું છેદન કર્યું અને જે રાજાની બન્ને આંખે ફેડી તે તેણે પ્રયોજન વશ થઈને ફેડી હતી. આથી જે કઈ અન્ય જીવ પણ મન, વચન અને કાયાથી જે દંડત્રયને આરંભ કરે છે–સંહાર કરે છે. તેવી તેની કીયા હતા પૂર્વક પણ હોઈ શકે કે વગર હેતુએ પણ આવી રીતે પ્રાણી સમૂહની હિંસા કરતા રહે છે. જે ૮ છે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૫૫.