Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મરણ કાલ સમાધિ કા વર્ણન
હવે સમય આવી ગયા છે કે પંડિતમરણનું શરણ લઈ આઠ પ્રકારનાં કર્મરૂપી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરું,-જન્મ મરણના અનંત દુઃખેથી છુટી જાઉં, કર્મોની અવિશિષ્ટતામાં દૈવી સંપત્તિને લાભ કરાવનાર પરમ મિત્રના જેવું પંડિતમરણ છે. આ પંડિતમરણથી જ આત્મા સિદ્ધિ પદને પામી શકે છે. કહ્યું પણ છે–
- મૃત્યરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં પણ જે આત્માથીએ પોતાને સ્વાર્થ ન સાળે તે જમરૂપી કિચડમાં નિમગ્ન રહીને પછી શું કરી શકવાન છે, કાંઈ પણ કરી શકતું નથી. એટલે કે આખરની ઘડી ન સુધારી તે જન્મમરણના ફેરા તે તેના કમેં લખાએલા જ છે. જે ૧ | - જેનું ચિત્ત સંસારમાં આસકત છે એવા મનુષ્યને જ મૃત્યુ એ ભયનું કારણ હોય છે. પરંતુ જેનું અંત:કરણ જ્ઞાન અને વૈરાગ્યથી ભરેલું છે તે તે મૃત્યુના અવસર ઉપર આનંદ મનાવે છે. જે ૨ છે
સંત જનેને મરણ સમયે રોગને કારણે જે દુઃખ થાય છે તે તે તેમના દેહ સંબંધિ મેહના વિનાશને માટે તથા શિવસુખની પ્રાપ્તિ માટે થાય છે. ૩.
જે ફળ જેને વ્રતની આરાધના જન્ય કષ્ટથી પ્રાપ્ત થાય છે તેજ ફળ મૃત્યુના અવસર ઉપર સમાધીભાવ ધારણ કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે કે આખર સુધરી તે બધું સુધર્યું. તે ૪
સમાધિપૂર્વક મૃત્યુ થયું તે તપ્ત તપનું, પાલન કરેલાં વ્રતનું, તથા પઠિત શ્રતનું ફળ છે. ૫ છે
લોકે એમ કહ્યા કરે છે કે, અતિ પરિચયથી અરૂચી જન્મે છે. જ્યારે નવીન નવીન પદાર્થોમાં પ્રિતિ થાય છે. તે જ્યારે આવીજ વાત છે ત્યારે આ પુરાણુ પરિચિત શરીરના વિનાશમાં બીવાનું શા માટે? કારણ કે, એમ થવાથી તે નવા શરીરને લાભ મળે છે. ૬ .
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૭૧