Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આચાર્યની આજ્ઞા વિના બાર વર્ષની સંખના ધારણ કરી. જ્યારે એક વર્ષ સમાપ્ત થયું ત્યારે તે આચાર્યની પાસે જઈને કહેવા લાગ્યા, “હે ભદન્ત ! અનશન તપ માટે આપ મને આજ્ઞા આપ.” શિષ્યની વાત સાંભળીને આચાર્યો કહ્યું કે, “વત્સ ! અત્યારે સમય નથી.” આચાર્યની વાત સાંભળીને તે શિષ્ય ચુપ થઈ ગયે. ત્યાર બાદ જ્યારે બીજું વર્ષ પુરૂં થયું ત્યારે તેમણે ફરીથી આચાર્ય પાસે અનશન માટે આજ્ઞા માગી. આચાર્ય એજ રીતે અવસર નથી તેમ કહેતાં ફરી તે શાંત બની ગયા. ત્રીજા વર્ષને જ્યારે આરંભ થયે અને તેના છ મહિના પુરા થયા ત્યારે તેમણે ફરીથી આચાર્ય મહારાજ પાસે જઈને પ્રાર્થના કરી કે, મહારાજ ! હવે મને અનશન ધારણ કરવાની આજ્ઞા આપો ત્યારે પણ આચાર્યે સંમતિ આપી નહીં. આ પ્રમાણે કરતાં કરતાં બાર વર્ષ પુરાં થઈ ગયાં ત્યારે પણ ગુરુદેવે તેને અનશન ધારણ કરવાની આજ્ઞા આપી નહીં.
અંતમાં જ્યારે તે ઉગ્રસંલેખનાથી કૃશ શરીરવાળા તેમજ માંસ રહિત બની ગયા ત્યારે બાર વર્ષના છેલ્લા દિવસે તે આચાર્ય મહારાજની પાસે ગયા અને ત્યાં જઈને કહેવા લાગ્યા કે, ભદન્ત ! સંલેખનાથી મારા બાર વર્ષ પુરા થઈ ગયા છે, જુઓ! મારા શરીરની આવી દશા થઈ છે તેની અંદર લેહી કે માંસનું નામ નિશાન પણ રહેલ નથી. બધું શુષ્ક થઈ ગયેલ છે. જેથી હવે તે આપ મને અનશન કરવાની આજ્ઞા આપો. આચાયે કહ્યું, જુઓ! હજુ પણ અવસર નથી. આચાર્યની આ વાત સાંભળીને તે શિષ્ય આચાર્ય મહારાજની સામે પિતાના હાથની સહુથી નાની આંગળી તેડીને તેમની સામે ધરીને આક્ષેપ સાથે કહ્યું કે હજુ પણ મને અનશનની આજ્ઞા આપો. આચાર્ય કહ્યું જુઓ ! તમારું કેવળ શરીર જ કૃષ થયું છે, તેમ તેની અંદરનાં લોહી અને માંસ સુકાઈ ગયાં છે પરંતુ કષાય પરિણતિ હજુ સુધી સુકાયેલ નથી. જે ક્રોધ શાંન્ત ન થાય તે તપશ્ચર્યા કરવાથી શું લાભ છે? આથી તો હું કહી રહ્યો છું કે, અનશન ધારણ કરવાનો તારે માટે અવસર નથી. આ પ્રકારે ઉગ્ર બુદ્ધિ શિષ્યનું મરણ કષાયના સદ્દભાવને કારણે સકામ મરણરૂપન થતાં અકામ મરણરૂપ થયું. તેથી મેક્ષના અભિલાષીઓનું એ કર્તવ્ય છે કે, મરણ સમયે કષાયને પરિહાર કરીને મનને પ્રસન્ન રાખે. કષાય રહિત મનનું થવું એ તેની પ્રસન્નતા છે. જે ૩૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૭૩