Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આપતાં કહ્યું કે, પ્રિયે ! આ ભુજંગથી ડરવાનું કેઈ કારણ નથી. તમે ડરે નહીં, આમ કહીને એ સમયે તેણે સ્તંભન વિદ્યાના પ્રયોગથી તે નાગનાં નેત્ર, ગતિ અને મુખને થંભાવી દીધાં. અને ગરૂડ સમાન લીલાથી તેને શ્રાન્ત બનાવી છેડી દિધે. ભિક્ષુક વેશવાળે દુર્યોધન ચેર, મદેન્મત્ત હાથી, વિકરાળસિંહ, દૃષ્ટિ. વિષ સર્પ. આ પ્રકારે ચારે વિદથી સુખરૂપ બચીને તે અગડદત્ત કુમાર ચાલતાં ચાલતાં શંખપુરની નજીક આવી પહોંચે.
અગડદત્ત કુમારની સાથે તેના સાસરા તરફથી મોકલેલા સૈનિકે કે જેઓ વનમાં પહેલી વખત ભીલે સાથે થયેલા યુદ્ધમાં વેર વિખેર બની અગડદત્તની પત્ની કમળસેનાને સાથે લઈ શંખપુર તરફ ભાગી છુટયા હતા તેઓ પણ જ્યાં ત્યાં અથડાતા કૂટાતા કમળસેનાનું રક્ષણ કરતા કરતા શંખપુર આવી પહોંચ્યા. રાજકુમાર અગડદત્ત કે જે છ મહિનાના રસ્તેથી નીકળે હતું. તેને રસ્તામાં નડેલા વિદને કારણે થોડો વધુ સમય લાગી ગયેલો જેથી બાર મહિનાના લાંબા ગાળે નીકળેલા કમળસેના અને સૈનિકે સઘળા શંખપુર પહોંચતાં એક સાથે થઈ ગયા. કુમારે પોતાની અને પત્નીઓ સાથે શંખપુરમાં પ્રવેશ કર્યો. માતા પિતાએ ખૂબ ઉત્સવ સાથે તેને શંખપુરમાં પ્રવેશ કરાવ્યું. પુરવાસીઓને પણ આવી ઘણે હર્ષ થયે. રાજા પ્રજાએ આનંદ ઉત્સવ મનાવ્યું. આ રીતે શંખપુરમાં કુમાર આનંદથી રહેવા લાગ્યો.
આમ સુખમાં દિવસો વિતાવતાં એક દિવસ કુમાર મદનમંજરીની સાથે વસંત ઋતુમાં કીડાવનમાં ગમે ત્યાં રાત્રીના વખતે મદનમંજરીને એક ઝેરી કાળા નાગે ડંશ દીધો. તે આવી પતિના ખોળામાં પડી ગઈ અને કહેવા લાગી—નાથ મને એક ઝેરી સાપે ડંશ દીધું છે. મદનમંજરીની વાત સાંભળીને અગડદત્ત મંત્રતંત્ર દ્વારા ઝેર ઉતારવાને પ્રયત્ન કર્યો. એ મંત્રાદિ પ્રયોગ પુરો થતાં તો મદનમંજરી મૂછ પામી ગઈ. અગડદત્તે તેને મૃત્યુ પામેલી જાણીને તે મેહના વશથી ચોધાર આંસુએ આક્રંદ વિલાપ કરવા લાગ્યું. તેણે વિચાર કર્યો કે હવે જીવીને શું કરવું છે? હું પણ આની સાથે અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાઉં એજ મારા માટે વધારે ઉત્તમ છે. આ પ્રકારને વિચાર કરી તે જ્યાં અગ્નિમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યો હતો, એ સમયે એક વિદ્યાધર આકાશ માગે ત્યાંથી પસાર થતો હતો તેણે અગડદત્ત કુમારની આ પ્રકારની સ્થિતી જઈ તેણે તેને અગ્નિ પ્રવેશ કરતાં રે. અને મદનમંજરીને પિતાની વિદ્યાના બળથી જીવતી કરી દીધી. અને તે વિદ્યાધર પિતાના સ્થાને ચાલ્યા ગયે. અગડદ એ રાત તે બગીચામાં વિતાવવાનો વિચાર કર્યો. આથી મદનમંજરીની સાથે તે બગીચામાં આવેલા કેઈ એક યક્ષના સ્થાને પહોંચી ગયા. યક્ષાલયમાં અંધારું હતું. આથી પ્રકાશને માટે મદનમંજરીને છેડીને તે અગ્નિપ્રકાશની શોધમાં બહાર નીકળ્યો. એજ વખતે અગડદત્ત મારી નાખેલા દુર્યોધન ચેરના પાંચ ભાઈએ કુમારને મારવાના આશયથી ત્યાં આવી પહોંચ્યા. અને તેઓ સ્ત્રી માત્ર સહાયક છે. જેને એવા આ અગડદર કુમારને આ કીડાવનમાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩૩