Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આરાધના કરતાં કરતાં તે પાંચે ભાઈઓ તે વનમાં રહેવા લાગ્યા, જ્યારે અગડદત્તને આ વાતની લેશમાત્ર ખબર ન પડી.
આ બાજુ અગડદત્તકુમારે મદનમંજરીને પૂછયું કે હે પ્રિયે ! આ તલવાર મ્યાનમાંથી કેવી રીતે બહાર નીકળી પડી ? મદનમંજરીએ કહ્યું નાથ મને આપની તલવાર જતાં ભય લાગે આથી મારો હાથ કંપી જતાં તે છુટીને મારા હાથમાંથી નીચે પડી જતાં તલવાર મ્યાનથી બહાર નીકળી ગઈ હશે, આમ પોતાની શંકાનું સમાધાન પામીને કુમારે ત્યાં અગ્નિને સળગાવીને આખી રાત મદનમંજરી સાથે વીતાવી. જ્યારે પ્રભાતને સમય થયા ત્યારે બંને જણા પોતાના મહેલમાં પહોંચી ગયા.
એક સમયની વાત છે કે, કુમાર અગડદત્ત ઘેડા ઉપર સ્વાર થઈ ફરવા નીકળે, અવળીબાગને એ પાણીદાર ઘોડે હતે. તે એને ઘર વનમાં લઈ ગયે. તે એકલો વનમાં એક વિશાળ વૃક્ષની પાસે પહોંચ્યા. ત્યાં બેઠેલા સાધુઓને તેણે વંદના કરી તે તેઓની પાસે ત્યાં બેઠે. અને તેમની પાસેથી ધર્મદેશના પણ સાંભળી, પછી અગડદને પૂછયું મહાત્મ! આ પાંચે ભાઈ જેવા સાધુ કોણ છે? અને તેમને વૈરાગ્ય ઉત્પન્ન થવાનું કારણ શું છે? ભર જુવાનીમાં તેઓએ શા માટે સંયમવત ધારણ કરેલ છે? આ પ્રકારે જ્યારે અગડદને પૂછ્યું તે અતિશયજ્ઞાનધારી ગુરુમહારાજે જવાબમાં પિતાન એ પાંચેય શિષ્યના વિરાગ્યનું કારણ કહેતાં કહેતાં અગડદત્તને બધે પૂર્વવૃત્તાંત પણ સંભળાવી દીધે અને અંતમાં કહ્યું કે,-મિથ્યા મેહ જાળમાં ફસેલો એ અગડદર તે તું જ છે. મુનિરાજનાં આ પ્રકારનાં વચને સાંભળીને અગડદત્ત ખૂબ અકળા અને વિચાર કરવા લાગ્યો કે અહો :–
“अणुरजंति खणेणं, जुवइओ खणेण पुणो विरज्जति ।
લગ્નનાળામા, હાઢિવાણ = વસ્ત્રોના ?” અહે આ કેટલી અચરજની વાત છે કે, જે સ્ત્રીઓ ક્ષણભરમાં તે પ્રસન્ન થાય છે, અને ક્ષણભરમાં વિરક્ત થઈ જાય છે. એનો રાગ પીળા પતંગના રંગની માફક સદા અસ્થિર રહ્યા કરે છે. ધિક્કાર છે એ રાગને ! એવું વિચારીને અગડદતે ગુરુમહારાજને નમન કર્યું અને કહ્યું કે, હે ભદત ! સાચું છે આપે જે કાંઈ કહ્યું છે તે મારૂં જ ચરિત્ર છે. આ સમયે મારૂં એ વૃત્તાંત આપના શ્રીમુખથી સાંભળીને મને વૈરાગ્ય થયે છે. આથી હે ભગવન! પ્રસન્ન થાએ અને મને દીક્ષા આપી કૃતાર્થ કરે. આ પ્રકારે ગુરુમહારાજને પ્રાર્થના કરતાં તેમણે અગડદત્તને ભાગવતી દીક્ષા આપી. અગડદત્તે ખૂબ દુષ્કર તપનું આરાધન કર્યું અને તેના પ્રભાવે કરીને અંતે મોક્ષ પદને પામ્યા.
જે પ્રકારથી પ્રતિબદ્ધજીવી અગડદત્ત પહેલાં દ્રવ્યની અપેક્ષા પ્રતિબદ્ધજીવી થ અને પછી ભાવની અપેક્ષાથી પણ પ્રતિબુદ્ધજીવી બની ગયા. આ રીતે બન્ને પ્રકારથી પ્રતિબુદ્ધજીવી બનીને અન્ય મુનિજન પણ સુખી બને છે ૬ છે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩૫