Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રીતે ભટક્તા ભટકતા થાકી જવાથી જ્યારે કોઈ સ્થાન ઉપર સુઈ રહ્યા હતા ત્યારે ત્યાં મંડક ચોર આવીને કહેવા લાગ્યું કે કેણુ સુતું છે તેની વાત સાંભળી રાજાએ કહ્યું, કેમ શું કામ છે? હું તે ભિખારી છું. રાજાની આ વાત સાંભળીને રે કહ્યું કે, કામ તે કાંઈ નથી. પરંતુ જો તું ભિખારી હોય તે ચાલ મારી સાથે હું તને આજે જ માલદાર બનાવી દઈશ. રાજાએ ચેરની વાત સાંભળીને દાસની માફક તેની પાછળ ચાલવા માંડયું. ચાર ચાલતાં ચાલતાં એક શ્રીમંતના મકાન પાસે પહોંચી તેણે ત્યાં ખાતર પાડયું, પછી તે મકાનમાં ઘુસ્યા અને ત્યાંથી રેલી અમુલ્ય વસ્તુઓનું એક પિોટલું બનાવી તે ભિખારી (રાજાના) માથા ઉપર મૂકયું અને તેને આગળ કરી તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં તે પિતાના સ્થાન ઉપર પહોંચ્યો. ત્યાં આવીને તે ભિખારી (રાજા) સાથે ભૂમિગૃહમાં ઉતરી ગયો. અંદર જઈને તે ભિખારીના મસ્તક ઉપર ભાર ઉતારી એક બાજુ રખાવ્યો અને પોતાની બહેનને કહેવા લાગ્યા. “બહેન ! આ અતિથિના પગ ધુઓ, ભાઈની વાત સાંભળીને બહેન અતિથિને કુવા ઉપર લઈ ગઈ અને તેના ઉપર બેસાડયા અને તેના ચરણ ધોવાના બહાને તેના બંને પગ પકડી લીધા રાજાના ચરણને સ્પર્શ થતાં જ તેને તે ચરણ ખૂબજ કેમળ જણાયા. આથી તેણે વિચાર કર્યો કે, આ કેઈ સપુરૂષ છે. આના ચરણના સ્પર્શથી જાણી શકાય છે કે, તેણે અગાઉ રાજ્યને ઉપભોગ કર્યો હવે જોઈએ. જે જન્મથી ભાર ઉપાડવાનું કામ કરે છે તેનાં ચરણેને સ્પર્શ આવે કમળ નહોઈ શકે. આથી આ ઉત્તમ પુરૂષને મારાથી કુવામાં કેમ નંખાય ? એ વિચાર કરી તે શેરની બહેને રાજાને કહ્યું, મેં આ કુવામાં ચરણ ધોવાના બહાને અનેક મનુષ્યને ધકેલ્યા છે. પરંતુ આપને આ કુવામાં ધકેલવાની મારી હીંમત ચાલતી નથી. ખબર નથી પડતી કે હું આપના પ્રભાવથી આપને વશ કેમ બની રહી છું, સ્વામિન! આપ કૃપા કરીને જલ્દીથી આ સ્થાનમાંથી નીકળી જાવ નહીં તે મારું અને તમારૂં બનેનું મેત થશે. આ પ્રમાણે સાંભળીને રાજા તરત જ ત્યાંથી ગુપચુપ બહાર નિકળી ગયો. અને કંડક ચેરની દૃષ્ટિએ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩૮