Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન પડશે. કારણ કે કંડકત ચેરીને લાવેલા ધનને ઠેકાણે પાડવામાં ગુંથાયેલો હતે. રાજાના નાસી ગયા બાદ મંડકે તેની બહેનને પૂછયું કે–પેલે મજુર કયાં છે? તેની બહેને કહ્યું કે, “તે તે ચાલ્યો ગયો.” મંડકે જ્યારે આ સાંભળ્યું કે તરત જ તે મજુ. રને પકડી પાડવા તેની પાછળ દેડ. રાજાએ જોયું કે તે તલવાર લઈ મારી પાછળ આવી રહ્યો છે અને તદન નજીક આવી ગયે છે, ત્યારે રાજા રાજમાર્ગ ઉપરના એક પત્થરના થાંભલાની આડે જઈને છુપાઈ ગયો. મડક કેપથી આંધળો બની ગયો હતો તે ક્રોધાવેશમાં ભાન ભૂલી જઈ પત્થરના સ્તંભને જ માણસ ધારી તેના ઉપર તલવારનો ઘા કર્યો. સ્તંભ તુટીને પડી ગયો. મંડક ભાર વાહીને મરેલો માનીને પાછે પિતાને ઘેર ચાલ્યો ગયો. બીજે દિવસે સવાર પડતાં જ તે મંડક પોતાની અને સાથળ ઉપર રોજના નિયમ પ્રમાણે કપડું વીંટી રાજમાર્ગ પર બેસી કપડાં તુણવાનું કામ કરવા માંડે. આ બાજુ રાજા મહેલમાં પહોંચ્યા અને બાકીની રાત વ્યતિત કરી. સવાર થતાં જ રાજા તે ચેરને જોવા માટે બહાર નીકળ્યો. ત્યાં રાજમાર્ગના એક એટલા ઉપર રાજાએ ચેરને બેઠેલો જે. રાત્રીના વખતે રાજાએ તેને જોઈ લીધે હતો જેથી “ આ તેજ ચાર છે તેની ખાત્રી થતાં રાજાને આશ્ચર્ય થયું કે, રાત્રીના વખતે જે ઘણું વેગથી દેડે છે તે આ સમયે લંગડા જેવું બનીને બેઠો છે. રાજા પિતાના મહેલે પાછો ફર્યો. રાજ્ય કર્મચારીઓને બોલાવ્યા અને ચારની સર્વ પ્રકારની નિશાની તથા ઓળખ આપી કહ્યું કે, જાએ આ માણસને અહીં મારી પાસે બોલાવી લાવે. રાજપુરુષોએ રાજાએ બતાવેલી નીશાની અને ઓળખ અનુસાર તેને ઓળખી લીધે. એટલે તેની પાસે જઈને કહ્યું કે, “ચાલો તમને રાજા બોલાવે છે.” આ સાંભળતાં જ તે ચેરના મનમાં વિચાર આવ્યો કે વ્યગ્રતાના કારણે પ્રમાદવશે રાત્રીના વખતે હું તે પુરુષને મારી શકે નહીં. ચોક્કસ લાગે છે કે, તે આ રાજા જ હોવું જોઈએ. નહીં તે આ મારી ઓળખાણ કઈ રીતે મેળવી શકે? આ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨