Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થયું હતું પણ કમભાગ્યે હું બાળવિધવા છું. આ હવેલી મારા પિતાની છે. હે સુભગ ! આપનું મને મેહક રૂપ જોઈને મારૂં ચિત્ત આપને જ જંખે છે. મારું આ જીવન હવે આપના જ હાથમાં છે.
મદનમંજરીની વાત સાંભળીને અગડદત્તે પણ તેને પોતાને પરિચય આપે. તેણે કહ્યું-શંખપુરના રાજા સુંદરને હું પુત્ર છું. મારું નામ અગડદત્ત છે. અહિં હું કળાચાર્યની પાસે કળા શિખવા માટે આવેલ છું. આ સમયે હું તમારી વાતને સ્વીકાર કરવા તૈયાર નથી, કારણ કે જે પ્રકારે એક સ્ત્રીને સહવાસ કરતાં બીજી સ્ત્રી રીસાઈ જાય છે અને તે પિતાના પતિની પાસે આવતી નથી, એજ રીતે તમારી સાથે સંગત કરવાથી કળાઓ મારાથી રીસાઈ જશે. આથી મારે આટલા દિવસને સઘળે પરિશ્રમ વ્યર્થ જશે. પરંતુ તમે વિશ્વાસ રાખે કે હું જ્યારે અહીંથી જઈશ ત્યારે તમને મારી સાથે લેતે જઈશ ત્યાં સુધી તમે સ્વસ્થ ચિત્તથી તમારા પિતાને ઘેર રહો. અગડદત્તની આ વાત સાંભળીને મદનમંજરી ત્યાંથી ચાલી ગઈ.અને પ્રસન્નચિત્તથી પોતાને ઘેર રહેવા લાગી.
એક દિવસની વાત છે, જ્યારે અગડદત્ત ઘોડા ઉપર સ્વાર થઈ નગરની મધ્યમાંથી જતો હતો. એ સમયે તેણે નગરવાસીઓને ભારે કોલાહલ સાંભળે. સાંભળતાં જ તેણે વિચાર્યું કે, આ શું હશે? શું સમુદ્ર ક્રોધિત થઈને ચલાયમાન થયેલ છે? શું કયાંય ભયંકર અગ્નિકાંડ થયે છે? શું કઈ બીજા રાજ્યના સૈનિકોના ભયથી જનતામાં ત્રાસ ફેલાવે છે? કે કઈ સ્થળે વિજળી પડી છે? તે પિતાના મનમાં આ પ્રકારનો વિચાર કરી રહ્યો હતો, એવે સમયે એક મન્મત્ત હાથી મજબૂત સતંભને ઉખાડીને જ્યાં ત્યાં ભાગી રહેલ તેના જેવામાં આવ્યું. આ સમયે નગરને રાજા પુરવાસીઓની સાથે નગરની બહાર કેઈ સભામાં બેઠે હતે. અગડદત્તે જ્યારે આ ભયંકર દુષ્ય જોયું તે તે એકદમ ઘોડા ઉપરથી ઉતરીને ઘેડાને એક સ્થળે બાંધી દઈને તે સભામાં જઈ પહેંચ્યો અને રાજાને નમસ્કાર કરી એક બાજુ બેસી ગયે. મન્મત્ત બનેલા હાથીની વાત રાજાએ સાંભળતાં રાજાએ સભાને સંબોધતાં કહ્યું કે, “છે એવા કેઈ વીર પુરુષ કે જે મદોન્મત્ત ગજરાજને વશ કરી શકે?” રાજાની આ વાત સાંભળીને ત્યાં બેઠેલા રાજપુરુષોમાંથી કેઈએ કાંઈ પણ ઉત્તર ન આપે. બધા ચુપચાપ બેસી રહ્યા. આ સ્થિતિને જોઈ રાજાએ કહ્યું કે, માલુમ પડે છે કે આ પૃથ્વી નિબજ અને નિર્વીર્ય થઈ ચુકી છે, માટેજ બધા ચુપચાપ બેસી રહ્યા છે. રાજાનાં વચનને સાંભળી અગડદત્તે કહ્યું-નહીં રાજન! એવું ન સમજે હજુ પૃથ્વી નિવીર્ય–બાયલી નથી બની, આપની આજ્ઞા હેાય તે હું આ મદેન્મત્ત ગજરાજને વશ કરવામાં સમર્થ છું. આ પ્રમાણે કહી, તેણે રાજાની આજ્ઞા મેળવી અને સીધે તે ગજરાજની સામે જઈ ઉચ્ચ સ્વરેથી તેને પડકાર્યો. હાથીએ જ્યાં એને પડકાર સાંભળ્યું કે ક્રોધના આવેશમાં આવી જઈને અગડદત્તની સામે તેણે દેટ મુકી. હાથીને પિતાની સામે દેડી આવતો જોઈને અગડદત્ત કુમારે તેની સામે પિતાનું કપડું ઉતારીને ફેંકયું. રાષમાં અંધ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨