Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બનેલા હાથીએ તે કપડા ઉપર પિતાના દાંત વડે પ્રહાર કરવા માંડશે. તે સમયે સમય સૂચકતા વાપરી અગડદત્ત તેની પાછળ જઈને તેનું પૂછડુ પકડી લીધું. પૂછડું પકડાતાં જ હાથી અગડદત્તને પકડીને મારવા માટે ચારે તરફ ગોળગોળ ફરવા લાગે. અગડદત્ત પણ ભારે સાવધાનીપૂર્વક પિતાની રક્ષા કરવામાં કચાશ ન રાખી. આ રીતે હાથી ફેરફુદડીની માફક ચારે તરફ ખૂબ ઘુમવાના કારણે ખૂબજ થાકી ગયે. અગડદત્તે જોયું કે હાથી હવે થાકી ગયો છે, એટલે તેનું પૂછડું પકડીને જેરથી પાછળની તરફ ઢસડયો. અને ઘણે દૂર સુધી હાથી ઢસડાયે. અને છેવટે માટી ચીસ નાખીને હાથી જમીન ઉપર પડી ગયે. તે ઉભો થાય તે પહેલાં જ અગડદત્તકુમાર તેની પીઠ ઉપર ચઢી ગયે અને પછી તેણે તેના ગંડસ્થલ (કુંભસ્થલ) ઉપર જોરથી મુક્કાના પ્રહાર કર્યા. આથી હાથીને મદ ઉતરી ગયો. અને નિર્બળ થઈ અગડદત્તને વશ થયે. રાજાએ જ્યારે હાથીને નિર્બળ થયેલો તેમજ અગડદત્તના કાબુમાં આવી ગયેલે જે ત્યારે રાજા ખૂબ ખુશ થયો અને મનમાં વિચાર કરવા લાગ્યું કે, આ મનુષ્ય કેઈ સાધારણ માણસ નથી પરંતુ તેજસ્વી પુરુષ છે. રાજાએ પોતાની પાસે ઉભેલા દ્વારપાળને પૂછયું કે, આ સુકુમાર સુંદર કુમાર કેણુ છે, તે તમે જાણે છે? પ્રતિહારે કહ્યું, પ્ર ! હું એ નથી જાણતા કે એમનું નામ શું છે, તેમજ કયા કુળનું ભૂષણ છે. પરંતુ એટલું જાણું છું કે, તેઓ કળાચાર્યની પાસે અભ્યાસ કરી રહેલ છે.
દ્વારપાળની પાસેથી ખુલાસે ન મળતાં રાજાએ કળાચાર્ય અને અગડદત્ત કુમારને બોલાવરાવ્યા. રાજકુમાર અગડદત્ત તે હાથીને મજબૂત સ્તંભ સાથે બાંધી કળાચાર્યની સાથે રાજાની પાસે પહોંચ્યો. અને વિનયપૂર્વક રાજને પ્રણામ કરી તેમની નજીક બેસી ગયે. રાજાએ એનામાં આ પ્રકારનું વિનયવર્તન જોઈ વિચાર કર્યો કે, આ કેઈ સાધારણ વ્યક્તિ નથી પરંતુ વિશિષ્ટ વ્યક્તિ છે. આટલી વિનયતા વિશિષ્ટ આત્મા સિવાય હેઈ શકે નહીં. રાજાએ આ પ્રકારને વિચાર કરી અગડદત્તને પોતાના હાથથી તાબૂલ વગેરે આપ્યું. અને પૂછયું કે-આપનું નામ શું છે, અને આપ કયા કુળના ભૂષણ છે, કેટલી કળાઓને અભ્યાસ કર્યો છે? રાજાના આ પ્રશ્નનો ઉત્તર આપવામાં શરમ અનુભવતાં અગડદર કુમારે કાંઈ પણ ન કહ્યું. ન તે પિતાનું નામ બતાવ્યું કે ન તે પિતાનું કુળ. એ સમયે ત્યાં બીરાજેલા કળાચાર્યે કુમારનું નામ તથા કુળને પરિચય રાજાને આપે અને કેટ કેટલી વિદ્યાઓમાં તેણે નિપુણતા પ્રાપ્ત કરેલ છે તે પણ જણાવી દીધું. સાથે સાથે કળાચાર્ય એ પણ કહ્યું કે–
“મહારાજ જે સજ્જન હોય છે તે પિતાના વિદ્યમાન ગુણેને જાહેર કરવામાં પણ લજજા અનુભવે છે. એજ વાત આ સગુણ પુરુષમાં દેખાઈ રહી છે.
કળાચાર્ય પાસેથી કુમારને પરિચય મળતાં રાજાને ભારે આશ્ચર્ય થયું. તેણે કુમારને વસ્ત્ર આભૂષણ વગેરેથી ખૂબ સત્કાર કર્યો. આ રીતે ભૂવનપાલ રાજા તરફથી વસ્ત્ર આભૂષણ દ્વારા સત્કાર પામીને કુમાર આનંદથી ત્યાં રાજધાનીમાં રહેવા લાગ્યું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૪