Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બદલી તેણે મદનમંજરીને પિતાની આગળ બેસાડી લીધી, ભીલ નાયકની નજર મદનમંજરીની ઉપર પડી, તે દિવ્યાંગનાના સર્વાગ સુંદર દેહને જોઈ ભીલ નાયક તેના ઉપર મોહિત બની પાગલ જે થઈ ગયે, અગડદત્ત ભીલ નાયકને હથી બેભાન બનેલો જોઈને તરત જ એક તીક્ષણ બાણથી તેની છાતી વિંધી નાખી. બાણ વાગવાથી ભીલ નાયક બેભાન થઈને જમીન ઉપર ઢળી પડે. ભીલ નાયકને જમીન ઉપર પડતે જોઈને અગડદત્તે વિજય પિકાર કર્યો કે, “મેં ભીલ નાયકને મારી નાખે ” અગડદત્તની વાત સાંભળીને ભીલ નાયકે કહ્યું –શા માટે જુઠું બોલે છે ? તારામાં એવી કઈ તાકાત બળી છે કે તું મને મારી શકે? હું તારા બાણથી નથી પડશે, પણ “તારી પત્નિના નયન બાણથી ઘાયલ થઈ મરી રહ્યો છું. માટે આવા પ્રકારને જુઠે અહંકાર કરવો મૂકી દે” એટલું કહીને ભીલ નાયકે ત્યાં જ પિતાના પ્રાણ મૂકી દીધા. અગડદત્તનાં સિનિકે વેર વિખેર થઈ ગયાં હતાં. પિતે એકલા પડયે છે, એમ સમજી સિનિકોની પરવા ન કરતાં તેણે પિતાને રથ ત્યાંથી આગળ હંકાર્યો. અને ઝડપથી તે જગલ પાર કરી ગોકુળમાં આવી પહોંચ્યો. ત્યાં પહોંચતાં જ તેને બે પુરુષે મળ્યા, તેમણે પૂછયું કે આપ કયાં જઈ રહ્યા છે? અગડદત્તે કહ્યું–કે, હું શંખપુર જઈ રહ્યો છું. એ બનેએ કહ્યું કે જે આપ કહે તે અમે પણ આપની સાથે સાથે આવીએ. અગડદત્તે કહ્યું એમાં મને શું વાંધો હોય ? ખુશીથી ચાલો.
અગડદને વિશ્રાન્તિ લઈ રહેલા ઘોડાઓને રથમાં જેડયા એટલે તે બનેએ કહ્યું આ માર્ગે જવામાં જોખમ છે. આ રસ્તે ભયંકર જંગલ આવે છે તેમાં ચાર પ્રકારના ભય છે. ૧ દુર્યોધન ચારને, ૨ મદેન્મત્ત ગજરાજને, ૩ દષ્ટિવિષ સર્ષને, ૪ વાઘને, આથી આ છ માસના માર્ગને બદલે એક વરસે શંખપુર પહોંચાડે છે તે લાંબા માગેથી ચાલવું ઉચિત છે. અગડદત્ત કહ્યું–બીવાની જરૂર નથી આપણે આ છ મહિનાના ટૂંકા માર્ગેથી જ જવું છે. આપ લોકોને હું જલ્દીથી શંખપુર પહોંચાડી દઈશ. અગડદત્તની વાત સાંભળીને ગેકુળથી સાથે થએલા તે બને પુરુષે તેમજ બીજા પણ ઘણા ધનિક મુસાફરે તેની સાથે ચાલ્યા.
માર્ગમાં ચાલતાં ચાલતાં તેમને એક યોગી મળે. જેના મસ્તક ઉપર મટી જટા હતી, તેના હાથમાં ત્રિશૂળ અને ખપર હતું. તેના આખા શરીરે રાખ ચોળેલી હતી. તેણે અગડદત્તને કહ્યું, વત્સ ! મારે પણ શંખપુર જવું છે. પરંતુ મારી પાસે સેના મહોરો છે કેટલાક ધનિક પુરુષેએ પરમાર્થ કાર્ય માટે મને તે આપી છે. આને આપ જે આપની પાસે રાખે તે હું નિશ્ચિત રસ્તે કાપીશ. અગડદત્ત તેની વાત માની લીધી અને તે સાધુએ આપેલી સોના મહોરોની પિટલી પિતાના રથમાં મૂકી. યેગી નિશ્ચિત બની બીજા મુસાફરોની સાથે આગળ આગળ ચાલવા લાગ્યો. તે યોગી તે હતા જ એટલે ગાનતાન અને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩૦