Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવરણ થાય છે. ચતુરિન્દ્રિયોને કોન્દ્રિય વિષયકલબ્ધિ તેમજ ઉપયોગનું આવરણ થાય છે. - જેમનાં શરીર કુષ્ઠ આદિથી ઉપહત થઈ ગયેલ હોય તેમને સ્પર્શેન્દ્રિય સમ્બન્ધી લબ્ધિ અને ઉપયોગનું આવરણ થાય છે. જે જન્મથી આંધળા વિગેરે છે અથવા પછીથી આંધળા-બહેરાં આદિ થઈ ગયેલ છે, તેમને ચક્ષુઈન્દ્રિય, સેન્દ્રિય આદિ ઇન્દ્રિય સંબંધી લબ્ધિ ઉપયોગનું આવરણ સમજી લેવું જોઈએ.
કહી શકાય છે કે ઈન્દ્રિયના લબ્ધિ ઉપયેગાવરણ કયા પ્રકારે થાય છે?
આ પ્રશ્નનો ઉત્તર આ રીતે છે. પોતે જ ઉદયને પ્રાપ્ત અથવા બીજા દ્વારા ઉદીરિત જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી ઈન્દ્રિયોની લબ્ધિ તેમજ ઉપયોગનું આવરણ થાય છે.
એજ અભિપ્રાયને પ્રગટ કરતાં કહે છે—બીજાની મારફતે ફેકેલા, આઘાત કરવામાં સમર્થ કાષ્ટ, ખગ્ન આદિ પુદ્ગલ દ્વારા જ્ઞાનપરિણતિને આઘાત થાય છે. અથવા ઘણા બધા બીજાઓથી ફેંકાયેલા કાષ્ઠલેષ્ઠ આદિ નાપુદ્ગલથી જોકે જ્ઞાનને ઉપઘાત કરવામાં સમર્થ બને છે, તેનાથી પણ જ્ઞાનને ઉપઘાત થાય છે.
અથવા જે ખાધેલ આહારનું પરિણામ અતિ દુ;ખજનક થાય છે, તેનાથી પણ જ્ઞાન પરિણતિનો ઉપઘાત થાય છે. અથવા સ્વભાવથી જ્યારે શીત, ઉષ્ણ, તાપ આદિરૂપ પુદ્ગલ પરિણામનું જ્યારે વેદન કરાય છે ત્યારે તેના દ્વારા ઇન્દ્રિયોને ઉપઘાત થવાથી નાનપરિણતિનો પણ ઉપઘાત થાય છે અને જીવ ઇન્દ્રિય ગોચર જ્ઞાતવ્ય વસ્તુને પણ નથી જાણી શકતો, આ જ્ઞાનાવરણીય કર્મને સાપેક્ષ ઉદય બતાવેલ છે.
- હવે નિરપેક્ષ ઉદય કહે છે જ્ઞાનાવરણીય કર્મ પુદગલેના ઉદયથી જીવ જાણવા ગ્ય (ય) જ્ઞાન નથી કરી શકતો જાણવાની ઈચ્છા હોવા છતાં પણ જાણવામાં સમર્થ નથી થતાં. પહેલા જાણેલું હોય તે પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પછીથી નથી જાણત જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવનું જ્ઞાન તિરહિત થઈ જાય છે.
ઉપસંહાર કરતાં શાસ્ત્રકાર કહે છે—હે ગૌતમ! આ જ્ઞાનાવરણીય કર્મનું નિરૂપણ કરાયું છે. જીવના દ્વારા બદ્ધ, પૃષ્ટ, બદ્ધ સંપર્શ સ્પષ્ટ, સંચિત, ચિત ઉપચિત, અપાક પ્રાપ્ત, વિપાક પ્રાપ્ત, કુલ પ્રાપ્ત, ઉદયપ્રાપ્ત જીવ દ્વારા કૃત, જીવ દ્વારા નિવર્તિત, જીવ દ્વારા પરિણુમિત, સ્વયં ઉદયને પ્રાપ્ત, બીજાના દ્વારા ઉદીરિત અથવા બને દ્વારા ઉદીયા માણ જ્ઞાનાવરણીય કર્મની આ ગતિ, સ્થિતિ, ભવ અને પુદગલ પરિણામને પ્રાપ્ત કરીને દશ પ્રકારને અનુભાવ કહેલા છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવના દ્વારા બદ્ધ યાવત પુદગલ પરિણામને પ્રાપ્ત કરીને દર્શનાવરણીય કર્મને અનુભાવ કેટલા પ્રકારના કહ્યા છે ? અહી પણ યથાવત્ શબ્દથી પૃષ્ટ, બદ્ધ સ્પર્શ પૃષ્ઠ આદિ બધા પૂર્વોક્ત વિશેષણ સમજી લેવાં જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫