Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનન્તાહાર ગ્રહણના પછી શું શરીરની નિર્વતના અર્થાત્ નિષ્પત્તિ થાય છે? શું શરીર નિષ્પત્તિના પછી પર્યાદાન અર્થાત્ યથાશક્તિ અંગ પ્રત્યંગ દ્વારા લેમાહાર આદિથી પુદ્ગલેનું ગ્રહણ થાય છે? તત્પશ્ચાત્ શું ગૃહીત પુદ્ગલેને શરીર તેમજ ઇન્દ્રિય આદિના રૂપમાં પરિણત કરે છે? પરિણમનના પછી શું પરિવારણ અર્થાત્ યથાયોગ્ય શબ્દાદિ વિષયને ઉપભોગ થાય છે? તદનન્તર શું વિકુણા (વિકિયા) થાય છે?
ભગવાન પ્રશ્નમાં કથિત ક્રમથી સ્વીકાર કરતા કહે છે-હા, ગૌતમ ! તમે સાચું કહ્યું છે. નરયિક પહેલા અનન્તરાહારક હોય છે, અર્થાત ઉત્પત્તિ ક્ષેત્રમાં આવવાના સમયે જ આહાર કરે છે. તત્પશ્ચાત્ શરીરની નિપત્તિ થાય છે, તદનન્તર સર્વતઃ પુગલેને ગ્રહણ કરે છે, પછી તેમને ઇન્દ્રિય આદિના રૂપમાં પરિણત કરે છે, પછી શબ્દાદિ વિષયોનો ઉપગ કરે છે, તત્પશ્ચાત નિકુર્વણ અર્થાત્ વૈક્રિયલબ્ધિનાં સામર્થ્યથી વિકિયા કરે છે.
શ્રી ગૌતમસ્વામી–હ ભગવદ્ ! અસુરકુમાર શું પહેલા અનન્તરાવાર હોય છે ? પછી તેમના શરીરની નિષ્પત્તિ થાય? તપશ્ચાત્ પર્યાદાન, પછી પરિણમન અને પછી વિફર્વણ થાય છે? વિયુર્વણના પછી શું પરિચારણું અર્થાત્ યથાયોગ્ય શબ્દાદિ વિષયોનો ઉપભોગ થાય છે?
શ્રી ભગવાન ! હા, ગૌતમ ! સત્ય છે. અસુરકુમાર પહેલાં અનન્તરાહાર હોય છે, તત્પશ્ચાત્ નિર્વતના થાય છે, પછી પર્યાદાન થાય છે, પછી પરિણમન થાય છે, પછી વિકિયા થાય છે અને પછી પરિચારણા થાય છે. નારકની અપેક્ષાએ અસુરકુમ માં વિશેષતા એ છે કે અસુરકુમારમાં પહેલાં વિક્ર્વણ થાય છે, પછી પરિચારણા.
તેઓ વિશિષ્ટ શબ્દ આદિના ઉપભેગની અભિલાષા થતાં પહેલાં ઈચ્છિત વૈક્રિય રૂપ બનાવે છે, તત્પશ્ચાત શબ્દાદિને ઉપભેગ કરે છે, એવો નિયમ છે. પરંતુ નરયિક આદિ શબ્દાદિ ઉપભોગ પ્રાપ્ત થતા આનન્દના અતિરેકથી વિશેષતમ શબ્દ આદિના ઉપભેગની અભિલાષાના કારણે વિક્રિયા કરે છે, એ કારણે અસુરકુમાર આદિની પહેલા વિક્રિયા અને બાદમાં પરિચારણાનું પ્રતિપાદન કર યું છે.
અસુરકુમારોની જેમજ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમારે, દ્વીપકુમારે, દિકુમારે, પવનકુમાર અને સ્વનિતકુમારની પણ વક્તવ્યતા કહેવા જોઈએ. તેઓ પણ પહેલા અનન્તાહારી હોય છે પછી શરીરની નિપત્તિ થાય છે, પછી પરિણમન થાય છે પછી વિમુર્વણ થાય છે અને પછી પરિવારણ થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શું પૃથ્વીકાયિક પ્રથમ અનન્તરાહાર હોય છે. પછી નિર્વર્તન થાય છે? પછી પર્યાદાન થાય છે? પછી પરિણમન થાય છે ? પછી પરિચારણ અને પછી વિદુર્વણું થાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૦૬