Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શૈલેશી અવસ્થામાં રહે છે. જે ૨
તે સમયમાં કેવલી સૂમ ક્રિયાપ્રતિપાતી નામક તથા સંમૂઈિમ કિ –અપ્રતિપાતી નામક શુકલ ધ્યાનમાં લીન થાય છે | ૩ |
તે સમયે કેવલી કેવળ શૈલેશીકરણને જ પ્રાપ્ત નથી કરતા પણ શૈલેશી કાળમાં પૂર્વ રચિત ગુણશ્રેણના અનુસાર અસંખ્યાત ગુણ શ્રેણિયે દ્વારા અસંખ્યાત વૈદનીય વગેરે કર્મોન સ્કન્ધનું પાક અને પ્રદેશથી લપણું પણ કરે છે.
એ પ્રકારે અન્તિમ સમયમાં વેદનીય, આયુ, નામ, અને ગોત્ર એ ચારે કને એક-એક સાથે ક્ષય થતાં જ દારિક, તેજસ અને કામણ, એ ત્રણે શરીરોને સંપૂર્ણ રીતે ત્યાગ કરી દે છે. પછી અજણીને પ્રાપ્ત થઈને, એક જ સમયમાં, વિના વિગ્રહ કાન્તમાં જઈને, જ્ઞાનેપગથી ઉપયુક્ત થઈને સિદ્ધ થઈ જાય છે.
જેટલી પણ લબ્ધિ છે, તેઓ બધી સાકારપયોગથી ઉપયુક્ત કરી અર્થાત જ્ઞાનો પગના સમયમાં જ થાય છે. અનાકારે પયુક્ત અર્થાત્ દર્શને પગના સમયમાં નથી થતી. સિદ્ધિ બધામાં ઉત્તમ લબ્ધિ છે, તેથી જ તે પણ સાકારો પગના સમયમાં જ થાય છે. કહ્યું પણ છે-કેમકે સમસ્ત લબ્ધિ સાકારપગવાળાઓને જ થાય છે તેના પછી ઉપગની પ્રવૃત્તિ કેમે કરી થાય છે.
અહીં સુધી એ પ્રતિપાદન કરાયું કે કયા કમથી કેવલી સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે. હવે તે બતાવે છે કે સિદ્ધ ત્યાં કયા સ્વરૂપમાં સ્થિર રહે છે?
કાગ્રભાગમાં જે સિદ્ધ બિરાજમાન છે તેઓ અશરીર અર્થાત્ ઔદારિક વગેરે શરીરથી રહિત હોય છે, કેમ કે ઔદ્યારિકાદિ શરીરને સિદ્ધત્વના પ્રથમ સમયમાં જ તેઓ ત્યાગ કરી દે છે.
તેઓ જીવન હોય છે, અર્થાત્ તેમના આત્મપ્રદેશ સધન થઈ જાય છે, વચમાં કોઈ છિદ્ર નથી રહેતું, કેમકે સૂમક્રિયા-અપ્રતિપાતિ ધ્યાનના સમયમાં જ તે ધ્યાનના ભાવથી મુખ, ઉદર આદિના વિવરેને પૂરિત કરી દે છે, તેઓ દર્શનપગ અને જ્ઞાનપગમાં ઉપયુક્ત થાય છે, કેમકે ઉપયોગ જીવને સ્વભાવ છે.
એ જ પ્રકારે સિદ્ધ કૃતાર્થ થાય છે, નીરજ થાય છે, અર્થાત્ બળમાન કર્મરજથી રહિત થાય છે, નિમ્પ હોય છે, કેમકે કમ્પન ક્રિયાનું કેઈ કારણ ત્યાં નથી રહેતું. તેઓ વિતિમિર અથત કર્મરૂપી તમથી રહિત હોય છે. વિશુદ્ધ અર્થાત્ વિજાતીય દ્રવ્યના સંગથી રહિત પૂર્ણ શુદ્ધ હોય છે અને સદા સર્વદા ત્યાં બિરાજમાન રહે છે,
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કયા હેતુથી એવું કહેવાય છે કે તેઓ દ્ધિ થાય છે, અશરીર, જીવઘન, દર્શન, જ્ઞાનમાં ઉપયુક્ત, કૃતાર્થ, નીરજ, નિષ્પમ્પ, વિતિમિર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૩૨