Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 445
________________ પોંચેન્દ્રિય પર્યાપ્ત જઘન્ય ચાળવાળા પણ એછા સંખ્યાત ભાગહીન મનેયાગના પહેલાં નિરોધ કરતા છતાં તેએ અસખ્યાત સમયેામાં સમ્પૂર્ણ મનેયેળને રોકી દે છે, મનોયોગના નિરોધ થઇ ગયા પછી દ્વીન્દ્રિય પર્યાપ્ત જઘન્ય ચેગીના વચન ચેગથી એાછા સખ્યાત ગુણુદ્ધીન વચનયુગના સમય-સમયમાં નિરોધ કરતા છતાં અસંખ્યાત સમયેામાં પૂર્ણ રૂપથી ખીન્ન વચનયોગના નિરોધ કરે છે, જ્યારે વચનયોગનો પણ નિરોધ થઇ જાય છે, ત્યારે અપર્યાપ્ત સૂક્ષ્મ ણે જીવ જે પ્રથમ સમયના ઉત્પન્ન અને જઘન્ય યોગવાળા હૈય, તે બધાની અપેક્ષાએ અલ્પ વીવાળા હાય, તેના કાયયાગથી એછા અસખ્યાત ગુણહીન કાયચોત્રના સમય-સમયમાં નિરોધ કરતા છતાં અસંખ્યાત સમયે,માં પૂર્ણ રૂપથી ત્રીજા કાયયેાગને પણ નિરોધ કરી દે છે. એ ક્રમથી કાયયેાગને પણ નિરોધ કરીને કેવલી સમૂમિ સૂમક્રિય, અવિનશ્વર, અપ્રતિપાતી, ધ્યાનમાં આરૂઢ થાય છે. એ ધ્યાન દ્વારા તે વન તેમજ ઉદર આદિ છિદ્રોને પૂતિકરી પેાતાના દેહના ત્રીજા ભાગ ઓછામાં આત્મપ્રદેશને સંકુચિત કરી દે છે. ભાષ્યમાં કહ્યું પણ છે-પ્રથમ સમયના ઉત્પન્ન, સૂક્ષ્મ, જઘન્ય ચળવાળા પનક ( નીલણુ-ફુલણ ) જીવને જે કાયયોગ થાય છે, તેનાથી અસખ્યાત ગુરુદ્દીન કાયયેગના સમય સમયમાં નિરોધ કરી રહેલ પેાતાના શરીરના ત્રીા ભાગના પરિત્યાગ કરી દે છે એમ કહ્યુ છે !! ૧ ।! અસખ્યાત સમયેામાં કાયયોગના પૂર્ણ નિરોધ કરે છે-હવે પ્રકૃતવક્તવ્યતાના ઉપ સંહાર કરે છે— કૈવલી ભગવાન્ આ ઉપાયથી સર્વ પ્રથમ મનેયાગનો નિરોધ કરે છે. મનેયાગના નિરોધ કરીને પછી વચનયાગને નિરોધ કરે છે. વચનયોગના નિરોધ કરીને કાયયોગના નિરોધ કરે છે. કાયયોગનો નિરોધ કરીને સમ્પૂર્ણ યોગના નિરોધ કરી દે છે ત્યારે અચાગત્વને અર્થાત્ અયગી દશાને પ્રાપ્ત કરે છે યોગી દશા પ્રાપ્ત કરતા જ શૈલેશી કરણ કરે છે. અને ઘણી ઉતાવળથી નહીં, બહુ ધીરેથી નહી. અર્થાત્ મધ્યમરૂપથી પાંચ હસ્વ અક્ષરોના—અ. ઇ, ઉ, ઋ, લૂ ના ઉચ્ચારણ કરવામાં જેટલેા કાળ લાગે છે, તેટલા કાળ સુધી શૈલેશીકરણ અવસ્થામાં રહે છે. શૈલના અથ છે સવ સવર રૂપ ચારિત્ર, તેના ઇશ અર્થાત્ સ્વામી શીલેશ કહેવાય છે. શીલેશની અવસ્થામાં શૈલેશી છે. કહ્યું પણ છે—શીલના અથ નિશ્ચયતઃ સર્વ સવરૂપ ચારિત્ર છે. તેના પ્રંશ શીલેશ અને તેની તાત્કાલિક અવસ્થા શૈલેશી કહેવાય છે. ॥ ૧॥ મધ્યમ રૂપથી પાંચ હસ્વ અક્ષર જેટલા સમયમાં ખેલાય છે, એટલા કાળ સુધી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫ ૪૩૧

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448