Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કથન આ મુજબ છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! રત્નપ્રભા પૃથ્વીનાં નારકે શું શીત વેદના અનુભવે છે, ઉષ્ણુવેદના વેઢે છે. અથવા તે શૌતે ણ વેદના અનુભવે છે ?
શ્રી ભગવાન -હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીનાં નારકે શીત વેદના નથી અનુભવતાં પરંતુ ઉણુ વેદના અનુભવે છે, તેઓ શીતેણુ વેદના પણ નથી અનુભવતા.
રત્નપ્રભા પૃથ્વીની જેમ જ શર્કરા પ્રભા પૃથ્વી અને વાલુકાપ્રભા પૃથ્વીના નારકો પણ ઉણુ વેદના અનુભવે છે, શત વેદના નથી અનુભવતા અને શીતષ્ણ વેદના પણ નથી અનુભવતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! પંકપ્રભા પૃથ્વીનાં નારક શું શીત વેદના, ઉષ્ણ વેદના અથવા શીતોષ્ણ વેદના અનુભવે છે?
શ્રી ભગવાન ગૌતમ! પંકપ્રભ પૃથ્વીનાં નારકે શીતવેદના પણુ, ઉષ્ણવેદના પણ અનુભવે છે, પરંતુ શીતોષણ વેદના નથી અનુભતા. પરંતુ ઉoણવેદના અનુ મવવા વાળા નારક બહુ જ વધારે હોય છે. અને શીત વેદના અનુભવતા નારક બહુ જ અ૯પ છે.
ધૂમપ્રભા પૃથ્વીમાં પણ આ જ પ્રમાણે સમજવું અર્થાત્ શીત વેદના અનુભવતા અને ઉંદણુંવેદના અનુભવતા અને પ્રકારનાં નારકો છે. પરંતુ શીવેદન વ ળા નારક અ યા ધિક છે અને ઉષ્ણવેદનાવાળા નારક અતિ અપ છે.
તમાં અને તમસ્તમા નામની પૃથ્વીઓમાં નારક શીત વેદના વેઢે છે, ઉણ વેદના વિદતા નથી, શીતણ વેદના પણ વેદતા નથી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અસુરકુમારે શું શીતવેદના અનુભવે છે ઉવેદના અનુભવે છે શીતેણુ વેદના અનુભવે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! અસુકુમાર શીતવેદના પણ વેદે છે, ઉષ્ણ વેદના પણ વેદે છે અને શીતળુ વેદના પણ વેદે છે.
તાત્પર્ય એ છે કે અસુરકુમાર જ્યારે શીતળ જળથી પરિપૂર્ણ મહાહુદ વગેરેમાં નાન, જલક્રીડા વગેરે કરે છે. ત્યારે શીતવેદના વેદે છે અને જયારે કોઈ મહરિફ દેલેકથી વશીભૂત થઈને અત્યંત વિકરાળ કુટી ચઢાવીને, માન પ્રજવલિતકરતાં જોઈને સન્તાપ ઉપન્ન કરે છે ત્યારે ઉષ્ણ વેદના દે છે. જેમ ઈશાનેન્દ્ર બલિચંચા રાજધાનીના નિવસી અસુરકુમારને સંતાપ ઉત્પન્ન કર્યો હતે.
અથવા પ્રકરાન્તરથી પણ ઉષ્ણુ પુદ્ગલેનાં સંપર્કથી તેઓ ઉષ્ણ વેદના વેદે છે જ્યારે શરીરનાં વિભિન્ન અવયવમાં એકી સાથે શીત અને ઉષ્ણ પદ્ ભલેને સંપર્ક થાય, ત્યારે તેઓ શીતeણ વેદનાનું વેદન છે.
આ જ રીતે વૈમાનિકે સુધી કહેવું જોઈએ, અર્થાત્ અસુકુમારની જેમ નાગકુમાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૨૯