Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમુદ્રઘાત કેવલી સમુદઘાતથી નિવૃત્ત થાય છે અને નિવૃત્ત થયાં પછી મનગને પણ વ્યાપાર કરે છે, વચનગને પણ વ્યાપાર કરે છે અને કાયયોગનો પણ વ્યાપાર કરે છે,
તાત્પર્ય એ છે કે તેઓ કેવલી સમુદ્રઘાત દ્વારા વિષમ રિથતિવાળા નામ, ગોત્ર અને વેદનીય કર્મને આયુકર્મની બરાબર સ્થિતિવાળા બનાવી લે છે.
તે સમયે અંતર્મુહૂર્તમાં જ તેમને પરમ પદની પ્રાપ્તિ થાય છે. પરંતુ તે સમયમાં પણ અનુત્તપિપાનિક દેવ દ્વારા મનથી પૂછેલા પ્રશ્નને મને વર્ગણાનાં પુદ્ર મલે ગ્રહણ કરીને મનગને વ્યાપાર કરે છે તે મનોવેગ રાયમને યોગ અથવા અસયામૃષામનેગ હોય છે. આ અભિપ્રાયથી કહે છે
શ્રી ગૌતમસ્વામી–હ ભગવદ્ ! મનેગને વ્યાપાર કરતા કેવલી સત્ય મને યોગને વ્યાપાર કરે છે? અથવા મૃષા મનોયોગને વ્યાપાર કરે છે? અથવા અસત્ય ભૂષા મને ગને વ્યાપાર કરે છે ?
શ્રી ભગવાન-હે ગતમ! સમુદ્ઘતિથી નિવૃત્ત કેવલી સત્ય મનેગનો વ્યાપાર કરે છે, મૃષા માગને વ્યાપાર નથી કરતાં, સત્યભૂષા માગને પણ વ્યાપાર નથી કરતાં, પરંતુ અત્યામૃષા મનેગને થાપાર કરે છે.
શ્રી ગૌતમસ્વામી–હ ભગવન્! વચનગને પ્રયોગ કરતાં સમુદ્રઘાતથી નિવૃત્ત કેવલી શું સત્ય વચનગને પ્રવેશ કરે છે, મૃષા વચનોને પ્રવેગ કરે છે? સત્ય મૃષા વચનયોગને પ્રયોગ કરે છે ? અથવા અસત્ય ભૂષા વચનયોગને પ્રયોગ કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! સમુદ્રઘાતથી નિવૃત કેવલી સત્ય વચનયોગને પ્રયોગ કરે છે, મૃષાવચનયોગને પ્રયોગ કરતાં નથી, સત્યમૃષા વચનયોગને પણ પ્રયોગ નથી કરતા, અસત્યમૃષા વચનયોગને પ્રયોગ કરે છે.
સમુદ્રઘાતથી નિવૃત્ત કેવલી ગમનાગમન વગેરે શારીરિક ક્રિયાઓ કરતા દારિક વગેરે કાયયોગનો પણ પ્રયોગ કરે છે, આ કહે છે–કાયયોગને પ્રયોગ કરતા કેવલી આગમન કરે છે, ગમન કરે છે, રેકાય છે, બેસે છે, સૂવે છે, પસવાડા બદલે છે, ઉ૯લં. ઘન અને પ્રલંઘન કરે છે–અર્થાત્ એક સ્થાનેથી બીજા સ્થાન પર આવે–જાય છે, ઊભા થાય છે, બેસે છે, શ્રમને દૂર કરે છે, પસવાડા બદલે છે, કોઈ જગ્યાએ ઉડતા ફરતાં જીવ-જંતુઓ અને ભૂમિ તેમનાથી વ્યાપ્ત હોય તે તેમની રક્ષા માટે ઉલંઘન અને પ્રલંઘન પણ કરે છે. સ્વાભાવિક ચાલમાં જે ડગલું ભરાય છે, તેનાથી થોડું લાંબુ ડગલું ભરવું-ને ઉલ્લંઘન કહેવાય છે. અતિવિટ ચરણન્યાસને પલંઘન કહે છે સ ૧૬ .
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫