Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેટલા છે?
શ્રી ભગવાન્-ૐ ગૌતમ ! વનસ્પતિકાયિકોના આહારક સમુદ્દાત અતીત અનન્ત છે સાત અથવા અસખ્યાત નથી, કેમકે એવા જીવ અનન્ત છે, જેએએ ચૌદપૂર્વાનુ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અહારકસમુદ્ઘાત કર્યાં છે પરન્તુ પ્રમાદને વશીભૂત થઈને સાંસારની વૃદ્ધિ કરીને જે વનસ્પતિ કાયિકોમાં વિદ્યમાન છે. વનસ્પતિકાયિકોના ભાવી આહારક સમુદ્ધાંત પણ અનન્ત છે, કેમકે પ્રશ્નના સમયે જે જીત્ર વનસ્પતિકાયમાં છે, તેમનામાંથી અનન્તજીત્ર વનસ્પતિકાયર્થી નિકળીને ચૌદપૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને અને આહારક સમુદ્ઘાતકરીને સિદ્ધિ તરફ ગમન કરશે,
શ્રી ગૌતમરવામી—હે ભગવન્! મનુષ્યેના કેટલાં આહાર સમુદ્દાત અતીત છે? શ્રી ભગવાન્-ઢુ ગૌતમ! મનુષ્યેના આહારક સમુદ્બાત કદાચિત સખ્યાત છે, કદાચિત્ અસ ́ખ્યાત છે. સ'મૂમિ અને ગર્ભૂજ મનુષ્યમળીને ઉત્કૃષ્ટ સખ્યામાં અંશુલ માત્ર ક્ષેત્રમાં જેટલા પ્રદેશેાની રાશિ છે, તેમના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વગ મૂળથી ગુણાકાર કરવાથી જે પ્રમાણ આવે છે, તેટલા પ્રદેશેવાળા ખડ ઘનીકૃત લેકના એક પ્રદેશવાળી શ્રેણિમાં જેટલા હાય છે, એક ન્યૂન એટલા જ મનુષ્ય છે.
જે મનુષ્ય નારકાદિ અન્ય જીવરાશિયેની અપેક્ષાએ ન્યૂન છે, તેમનામાં પણ એવા મનુષ્ય ઓછા છે જેઓએ પૂર્વભામાં આહારક શરીર બનાવેલાં હાય, તેથી જ તે કદાચિત્ સ ́ખ્યેય અને કદાચિત્ અસ ધ્યેય ડેાય છે. એ જ પ્રકારે મનુષ્ચાના ભાવી આહારક સમુદ્દાત પણ કદાચિત્ સ ંખ્યાત અને કદાચિત્ અસંખ્યાત સમવા જોઇએ, યુક્તિ પહેલાની જેમ જ છે
એ જ પ્રકારે ભાવી આહારક સમુદ્દા વનસ્પતિકાયિકોના અનન્ત અને મનુષ્યેાના કદાચિત્ સ ંખ્યાત અને કદાચિત્ અસખ્યાત છે,
હવે કેવલી સમ્રુધાતનું નિરૂપણ કરે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારકના કૈલિ સમુઘાત કેટલા અતીત થયા છે? શ્રી ભગવાન હૈ ગૌતમ ! નારકોના અતીત દેવલી સમુદૂધાતને સંભવ નથી. કેમકે જે જીવે એ કેવલ સમુદ્ઘાત કર્યાં તેમનુ નરકમાં જવું અને નારક થવુ તે અસ'ભવિત છે,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકોના પણ ભાવી કેવી સમુદ્દાત કેટલા છે ? શ્રીભગવાન્ડે ગૌતમ! નારકોના પણુ ભાવી કેવલી"મુદ્દાત અસ ́ખ્યાત છે કેમકે પૃચ્છાના સમયે સદૈવ ભવિષ્યમાં કૅવિલ સમુદ્ધાત કરનારા નારક અસંખ્યાત જ ડાય છે, કેવલજ્ઞાનથી એવુ જ જાણવામાં આવે છે.
નારકાના સમાન જ અસુરકુમાર આદિથી લઈને વૈમાનિક દેવા સુધી આ જ પ્રકારે સમજવુ' જોઈએ. તેમના પણ અતીત સમુદ્દાત નથી હાતા અને ભાવી દૈવિક સમુદ્ધાત અસંખ્યાત હાય છે, પરંતુ આ કાનમાં વિશેષતા એ છે કે, વનસ્પતિકાયિકા અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૫૨