Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હૈ ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયાવાળા, કદાચિત્ ચાર ક્રિયાવાળા અને કદાચિત્ પાંચ ક્રિયાવાળા હાય છે, ઇત્યાદિ પ્રકારથી પૂર્વવત્ સમજી લેવુ જોઇએ.
અસુરકુમારની વક્તવ્યતા એ જ પ્રકારે સમજી લેવી જોઇએ, જેવી સમુચ્ચય જીવની મારણાન્તિકસમુઘાત સબન્ધી વક્તવ્યતા કહી છે, પશુ વિશેષતા એ છે કે અસુરકુમારના વિગ્રહ ત્રણ સમયના કહેવા જોઇએ. તાત્પર્યાં એ છે કે જેવા નારકના વિગ્રહ ત્રણ સમયના કહ્યા છે, તેવા જ અસુરકુમારના પણ વિગ્રહ કહેવા જોઈએ, યુક્તિપૂર્વવત્ સમજી લેવી જોઈએ. એ પ્રકારે જેવી લખાઇની અપેક્ષાએ ક્ષેત્ર જઘન્ય અગુલના અસંખ્યાતમા ભાગ માત્ર અને ઉત્કૃષ્ટ અસખ્યાત યાજન કહ્યુ' તેમજ અસુરકુમાર પદમાં પણુ કહી લેવુ જોઇએ, અસુરકુમારાથી લઈને ઇશાન દેવલાક સુધીના દેવ પૃથ્વીકાયિક, અકાયિક અને વનસ્પતિકાયિકના રૂપમાં પણ ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ સોંકલેશમય અધ્યવસાયવાળા અસુરકુમાર પોતાના જ કુંડળ વિગેરેના એકદેશમાં પૃથ્વીકાયિકના રૂપમાં ઉત્પન્ન થનારા હોય અને તે મારણાંતિકસમુધાત કરે છે, ત્યારે જધન્ય લખાઇની અપેક્ષાએ અગુલને અસ`ખ્યાતમા ભાગ માત્ર ક્ષેત્રને જ વ્યાસ કરે છે. શેષ વક્તવ્યતા પૂર્વવત્ અર્થાત્ સમુચ્યય જીવની વક્તવ્યતાના સમાન જ સમજી લેવી જોઈ છે. જેવી વક્તવ્યતા મારણાંતિકસમુઘાત સંબંધી અસુરકુમારની કહી છે, તેવી જ નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુત્સુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર, સ્ત નતકુમાર, વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય તિચ, મનુષ્ય, વાનભ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિકની પણ સમજી લેવી જોઈએ એકેન્દ્રિયની વક્તવ્યતા સમુચ્ચય જીવના સમગ્રહરૂપથી જાણી લેવી જોઇએ. સ્૦ ૧૨ા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૪૦૫