Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 435
________________ પ્રદેશવાળા હોય છે અને આયુકમ બધાથી થોડા પ્રદેશેવાળા હોય છે, ત્યારે કેવલી બંધન અને સ્થિતિથી તે વિષમને સમ કરે છે, જેથી ચારેને એકી સાથે ક્ષય થઈ જાય છે. યેગના નિમિત્તથી જે બંધાય છે અર્થાત્ આત્મપ્રદેશના સાથે એક મેક થાય છે, તેમને બંધન કહે છે, એ પ્રકારે બન્દનને અર્થ છે કમ પરમાણુ વેદનાને સમય (કાવ) સ્થિતિ કહેવાય છે. એ બનેથી વેદનાદિ કર્મોને આયુકર્મની બરાબર કરે છે. કહ્યું પણ છે-કમ દ્રવ્ય બન્ધન કહેવાય છે, અને વેદન કાલને સ્થિતિ કહે છે. કેવલી સમુદ્રઘાત દ્વારા બન્ધન અને રિથતિથી વિષમ કમને સમ કરે છે કે ૧ . આજ કેવલી સમુદ્દઘાતનું પ્રજન છે. તાત્પર્ય એ છે કે જ્યારે અરિહંત કેવલીનું આયુષ્ય ઓછું હોય છે અને વેદનીય આદિ ત્રણ કર્મોની સ્થિતિ તેમજ પ્રદેશ અધિક હોય છે, ત્યારે તે બધાને સમાન કરવાને માટે સમુદઘાત કરાય છે, સમુદ્દઘાત કરવાથી ઉક્ત ચારે પ્રદેશ અને સ્થિતિ કાળમાં સમાનતા આવી જાય છે, સમુદ્દઘાત ન કરે તે આયુ કર્મ પડેલાં સમાપ્ત થઈ જાય અને ત્રણ કમ શેષ રહી જાય એવી સ્થિતિ યા તે ત્રણ કર્મોની સાથે તેઓ મોક્ષગતિમાં જાય અગર નવીન આયુકર્મના બંધન કરે પરંતુ આ બન્ને વાતને અસંભવ છે. મુક્તદશામાં કમશેષ નથી રહી શકતાં અને કેવલી નવીન આયુનું બન્ધન પણ નથી કરી શકતા. એ કારણથી તેઓ સમુદુધાત દ્વારા વેદનીય આદિ ત્રણ કર્મના પ્રદેશની વિશિષ્ટ નિર્જરા કરીને તથા તેમની લાંબી સ્થિતિને ઘાત કરીને તેમને આયુષ્ય કર્મના બરાબર કરી લે છે, જેનાથી ચારે કમેને ક્ષય એક જ સાથે થાય છે. કહ્યું પણ છે–આયુકમની સમાપ્તિ થતાંની સાથે પરિશેષ ત્રણ કમની સમાપ્તિ ન થાય તે સ્થિતિની આ વિષમતાને દૂર કરવાને માટે કેવલિસમુદ્યા કરે છે ૧છે કેવલીનું આયુષ્ય જ્યારે અન્તર્મુહૂર્ત શેષ રહી જાય છે ત્યારે સ્થિતિ અને બન્ધન પ્રદેશે થી ચારે કર્મોને સમ કરવાને માટે સમુદુઘાત કરે છે કે ૨ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૨૧

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448