Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન–હે ગૌતમ! વિસ્તાર અને સ્થૂલતાની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને છએ દિશાઓમાં પરિપૂર્ણ કરે છે, વ્યાપ્ત કરે છે. અભિપ્રાય એ છે કે, શરીરનો વિસ્તાર જેટલો હોય છે અને શરીરની સ્થૂલતા–મોટાઈ જેટલી હોય છે, તેટલા જ ક્ષેત્ર તે પુદ્ગલોથી આપૂર્ણ અને સ્પષ્ટ થાય છે.
ઉપસંહાર કરતાં કહે છે–એટલા ક્ષેત્ર આપૂર્ણ અને ધૃષ્ટ થાય છે. તે ક્ષેત્ર કેટલા સમયમાં આપૂર્ણ અને ધૃષ્ટ થાય છે, એ કથન કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તે ક્ષેત્ર કેટલાં કાળમાં આપૂર્ણ અને ઋષ્ટ થાય છે? અર્થાત કેટલો કાળ પિતાના શરીર પ્રમાણ માત્ર વિસ્તાર અને બાહભ્ય (મોટાઈ). વાળા ક્ષેત્ર નિરન્તર વિગ્રહગતિમાં જીવ ગતિની અપેક્ષાએ આપૂર્ણ અને ધૃષ્ટ થાય છે? | શ્રી ભગવાન–હે ગીતમ! એક સમય, બે સમય અથવા ત્રણ સમયના વિગ્રહથી જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય છે. એટલે દૂર સુધી પોતાના શરીર પ્રમાણ માત્ર વિસ્તાર અને બાહુલ્યવાળું ક્ષેત્ર વેદના ઉત્પન્ન કરનારા પુદ્ગલે પૂર્ણ અને પૃષ્ટ થાય છે અને જીવગતિની અપેક્ષાથી પ્રાપ્ત કરાય છે. આશય એ છે કે અધિથી અધિક ત્રણ સમયના વિગ્રહ દ્વારા જેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરાય છે, તેટલું ક્ષેત્ર આત્મપ્રદેશથી બહાર કાઢેલી વેદના ઉત્પન્ન કરવા ગ્ય પુદ્ગલ દ્વારા આપૂર્ણ થાય છે.
ઉપસંહાર એ છે કે એટલા કાળમાં પૂર્વોક્ત ક્ષેત્ર આપૂર્ણ અને વ્યાપ્ત થાય છે.
હવે જેટલા સમયમાં વેદના ઉત્પન્ન કરવાને યોગ્ય પગલેને બહાર કાઢે છે, તે કાળના પ્રમાણનું નિરૂપણ કરે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! તે પુગલોને કેટલા કાળમાં આત્મપ્રદેશથી બહાર કાઢે છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત કાળમાં અત ઉત્કૃષ્ટ કાંઈક અધિક અંતમુહૂર્ત માત્ર કાળમાં વેદના જનન ચોગ્ય પુદ્ગલોને બહાર કાઢે છે.
અભિપ્રાય એ છે કે જેમ તીવ્રતર દાહજારથી પીડિત પુરૂષ સૂફમપુદ્ગલોને શરીરથી બહાર કાઢે છે, એ જ પ્રકારે જઘન્ય રૂપથી પણ અને ઉત્કૃષ્ટ રૂપથી પણ અત્તમુહૂર્ત કાળ સુધી વેદના જનન એગ્ય પિતાના શરીરવતાં પુદગલોને વેદનાથી પીડિત થઈને જીવ આત્મપ્રદેશથી બહાર કાઢે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બહાર કાઢેલા તે પુલો તે ક્ષેત્રમાં રહેલ પ્રાણે, ભૂતે, જી અને સોનું અભિહનન કરે છે તેમને આવ7 પતિત કરે છે, કિંચિત સ્પર્શ કરે છે, પારસ્પરિક સંઘાતને પ્રાપ્ત કરાવે છે, સંઘટિત કરે છે, પરિતપ્ત કરે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૦૦