Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આજ રીતે અસુરકુમાર વગેરે ભવનપતિ પૃથ્વીકાયિક આદિ એકન્દ્રિય, વિકલેન્દ્રિય, તિય ઇંચ પંચેન્દ્રિય, મનુષ્ય વાનભ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક પશુ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવની અપેક્ષાથી વેટના અનુભવે છે.
ફરીથી ખીજી રીતે વેદનાનું નિરૂપણ કરે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! વેદના કેટલા પ્રકારની કહેવાઈ છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની કહેવાઈ છે. યથા-શારીરિક, માનસિ અને શારીરિક-માનસિક શરીરમાં થતી વેદના શારીરિક, મનમાં થતી વેદના માનસિક, અને ખનેમાં થતી વેદના શારીરિક-માનસિક વેદના કહેવાય છે.
આ વેદનાનું નારક આદિ ચાવીસ દડકામાં નિરૂપણ કરે છે—
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક શારીરિક વેદના વેઢે છે, માનસિક વેદના વેદે છે, અથવા શારીરિક-માનસિક વેદના વેઢે છે ?
શ્રી ભગવાન્ડે ગૌતમ ! નારક શારીરિક વેદના અનુભવે છે, માનસિક વેનાને અનુભવે છે અને શારીરિક-માનસિક વેદના પણ અનુભવે છે,
આ જ રીતે અસુરકુમાર વગેરે ભવનતિએ, પંચેન્દ્રિય તિય ચા, મનુષ્ય, વાનવ્યંતરા, જ્યાતિષ્કા અને વૈમાનિકાના સબંધમાં પશુ કહેવુ' જોઈએ, આ બધાં પણ ત્રણે પ્રકારની વેદનાના અનુભવ કરે છે.
વિશેષતા એ છે કે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવ કેવળ શારીરિક વેદના જ અનુભવે છે, માનસિક અને શારીરિક માનસિક વેદના નથી અનુભવતા. અહીં બધે પરસ્પર ભાષણથી અથવા પરમાધામિષ્ઠાનાં ભાષણથી અથવા ક્ષેત્રનાં પ્રભાવથી જ્યારે શરી૨માં પીડાના અનુભવ થાય છે, ત્યારે શારીરિક વેદનાના અનુભવ સમજવા જોઇએ.
જ્યારે મનમાં દુઃખને અનુભવ થાય છે અથવા ખાટુ' કરવાવાળાને પેાતાનાં પૂર્વભવનું ચિંતન કરતાં પશ્ચાત્તાપ થાય છે, ત્યારે માનસિક વેદનાને અનુભવ સમજવે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૩૧