Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલપનાં દેવ મનપરિચારક હોય છે. તેમને વિષયભેગ કાયવિકારને લીધે બુદ્ધિને પ્રાપ્ત થતાં અનેકાનેક માનસિક સંકલ્પથી જ થઈ જાય છે. તેઓ કામવિકાર ઉત્પન્ન થતા પિતાની દેવાંગનાઓની મનથી ઇચ્છા કરે છે અને તેનાથી જ તેમની તૃપ્તિ થઈ જાય છે. કાયાથી થતાં વિષયભેગને બદલે તેમને અનન્ત ગણું લાભ પ્રાપ્ત થાય છે અને તેમની વેદના ઉપશાન્ત થઈ જાય છે.
નવયકે તથા અનુત્તર વિમાનેનાં દેવ અયરિચારક હોય છે. તેમને મહદય અત્યન્ત ન્યૂન હોય છે. તેથી તેઓ પ્રશમ સુખમાં તલ્લીન હોય છે. પરંતુ ચારિત્ર પરિ. ણામને અભાવ હોવાથી તેઓ બ્રહ્મચારી કહેવાતા નથી.
ઉપર કહેલ કથનને ઉપસંહાર આ પ્રમાણે છે-હે ગૌતમ! આ હેતુથી એવું કહેવાયું છે કે અસુરકુમાર આદિ ઈશાનક૯૫ સુધીનાં દેવ કાય-પરિચારક છે, સનકુમાર અને મહેન્દ્ર કલ્પનાં દેવે સ્પર્શપરિચારક હોય છે. બ્રહ્મલેક અને લાન્તક કલપનાં દેવ રૂપ પરિચારક
મહાશુક અને સસાર કપના દેવો શબ્દપરિચારક હોય છે, અને આનત, પ્રાણુત, આરણ અને અશ્રુત ક૫નાં દેવ મનઃપરિચારક છે. રૈવેયક દેવ અને અનતરપપાતિક દેવ અપરિચારક હોય છે.
- કાયપરિચારક દેવેની કાયપેરિયારણાની પ્રરૂપણ કરાઈ છે–પૂર્વોક્ત દેવોમાં જે ભવનપતિ વાનયંતર તિષ્ક અને સૌધર્મ તથા ઈશાન કલ્પના દેવ કાયપરિચારક છે, તેમને ઈચ્છામન અર્થાત્ વિષય-સેવનની ઈચ્છાવાળા મન ઉત્પન્ન થાય છે. ત્યારે તેઓ વિચારે છે–અમે અપ્સરાઓની સાથે કાયપરિચાર (શરીરથી સંગ) કરવા ઈચ્છીએ છીએ.
આ રીતેને એમને સંકલ્પ ઉત્પન્ન થતાં તરત જ અપ્સરાઓ પિતાના ઉપગ્ય દેવને અભિપ્રાય જાણીને વિષયભેગની ઇચ્છાથી ઉત્તરક્રિય રૂપની વિક્રર્વણા કરે છે. તે ઉત્તર વૈક્રિય રૂ૫ ભવ્ય. સર્વાગ પરિપૂર્ણ, આભૂષણ વગેરેની શૃંગારયુકત, મજ્ઞ, અર્થાત્ પિતપોતાના ઉપગ્ય દેવને પ્રિય, મને રમ તેમ જ મનહર હોય છે.
- આ રીતે સુંદર રૂપની વિમુર્વણ કરીને તે અપ્સાઓ તે દેવેની પાસે પહોંચે છે. તે પછી દેવે તે પિતપતાની ઈ, અસરાઓ સાથે શરીરથી વિષયોગ કરે છે. આમ કરવાથી જ તેમની વેદનાનું ઉપશમન થાય છે.
આને માટે ઉદાહરણ આપે છે–જેવી રીતે શીત પુદ્ગલ શીત સ્વભાવવાળા પ્રાણીને મળીને અત્યંત શીત અવસ્થા પ્રાપ્ત કરતાં રહેતાં હોય છે અર્થાત્ તેઓ પિતાનાં સંપર્કથી શીત સ્વભાવવાળા પ્રાણીને વિશેષ આનંદદાયક હોય છે. અથવા ઉsણ પુદ્ગલ ઉણ સ્વભાવવાળા પ્રાણીને મળીને, તેને માટે અતિશય સુખનું કારણ બને છે, તેવી જ રીતે હવે તે દેવ અસરાઓની સાથે કાય-પરિચારણા કરે છે, ત્યારે તેમનું ઈચ્છામન તરત જ શાન્ત થઈ જાય છે અર્થાત વિષયભેગથી તૃપ્ત થઈ જાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૧૮