Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચન્દ્ર, નક્ષત્ર, તારા, વિમાન, રન, અને ઔષધિ,
(૨૦) વિહાયોગતિ નામકર્મ-વિહાયસના દ્વારા ગમન થવું વિહાયે ગતિ છે. વિહા ગતિના બે ભેદ છે. તેનાં કારણભૂતકર્મ પણ બે પ્રકારનાં છે, તે આગળ કહેવાશે.
(૨૧) ત્રસનામકર્મ–જે જીવ ત્રાસને પ્રાપ્ત થાય છે, ગમ આદિથી તપ્ત થઈને છાયા વગેરેનું સેવન કરવા માટે બીજા સ્થાન પર જાય છે, એવા દ્વન્દ્રીયાદિ જીવ ત્રસ કહેવાય છે. ત્રણ પર્યાયના કારણભૂત કર્મ ત્રસનામકર્મ સમજવું જોઇએ.
(૨૨) સ્થાવરનામકર્મ–જે કર્મના ઉદયથી જીવ શદ ગમીથી પીડિત થવા છતાં પણ તે સ્થાનને છોડવા સમર્થ ન થઈ શકે, તે સ્થાવર નામકર્મ છે, પૃથ્વીકાયિક, અખાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાલિંકને જીવ સ્થાવર કહેવાય છે.
(૨૩) સૂમ નામકર્મ–જે કર્મના ઉદયથી ઘણું પ્રાણીઓનાં શરીર સમુદિત થતાં પણ છદ્મસ્થ ને દષ્ટિગોચર ન થાય તે સૂક્ષમનામ કર્મ કહેવાય છે.
કહ્યું પણ છે-જેના ઉદયથી જીવ સૂક્ષ્મ અર્થાત્ અત્યન્ત સદ્દામ થાય છે, તે સૂવમ નામકર્મ છે.”
(૨) બાદર નામકર્મ–જે કર્મના ઉદયથી જીવ બાદર થઈ જાય છે, અર્થાત જે કર્મ બાદરતા પરિણામને ઉત્પન્ન કરે છે, તે બાદરનામકર્મ કહેવાય છે. પૃથ્વીકાયિક એક એક પ્રાણુના શરીર યદ્યપિ ચક્ષુદ્વારા ગ્રાહ્ય નથી થતાં તથાપિ ઘણાને સમુદાય ગ્રાહ્ય થઈ જાય છે, આ બાદર નામકર્મના ઉદયનું ફલ છે.
(૨૫) પર્યાપ્તિનામકર્મજેના ઉદયથી છવ પિતાને ગ્ય આહાર આદિ પર્યાસિને પૂર્ણ કરવામાં સમર્થ થાય છે, તે આહાર આદિ પુદ્ગલેને ગ્રહણ કરીને, તેમને આહારદિના રૂપમાં પરિણત કરવાના કારણભૂત આત્માની શક્તિ પર્યાપ્તિ નામકર્મ કહેવાય છે.
(૨૬) અપર્યાપ્ત નામકર્મ-જે પર્યાપ્ત નામકર્મથી ભિન્ન સ્વભાવવાળાં હોય અર્થાતું, જે કર્મના ઉદયથી જીવ પિતાની પર્યામિ પૂર્ણ ન કરી શકે, તે અપર્યાપ્ત નામકર્મ સમજવાં જોઈએ,
(૨૭) સાધારણ શરીર નામકર્મ–જે કર્મના ઉદયથી અનન્ત નું એક જ શરીર હોય (૨૮) પ્રત્યેક શરીર નામકર્મ–જેના ઉદયથી પ્રત્યેક જીવના શરીર પૃથક્ પૃથક હેય.
(૨૯) સ્થિરનામકર્મ જેના ઉદયથી શિર, અસ્થિ, દાંત આદિ શરીરના અવયવ સ્થિર થાય તે સ્થિર નામકર્મ છે.
(૩૦) અસ્થિર નામકર્મ-જે કર્મના ઉદયથી જીભ આદિ શરીરવયવ અસ્થિર હોય છે,
(૩૧) શુભનામકર્મ-જે કર્મના ઉદયથી નાભિથી ઊપરના અવયવ શુભ હોય, જેમકે મરતકથી પૃષ્ટ થઈને મનુષ્ય પ્રસન્ન થાય છે,
(૩૪) અશુભ નામકર્મ–જે કર્મના ઉદયથી નાભિથી નીચેના ચરણ આદિ શરીરવયવ અશુભ હોય છે, તે અશુભ નામકર્મ છે, જેમ પગને સ્પર્શ થઈ જતાં મનુષ્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫