Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદિને શરીરમાં.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! રસનામકર્મ કેટલા પ્રકારનાં કહેલાં છે?
શ્રીભગવાન્ હે ગૌતમ! રસનામકર્મ પાંચ પ્રકારનાં કાવ્યાં છે, જેમ કે-(૧) તિક્તરસનામકર્મ (૨) અશ્લરસનામકર્મ (૩) કટુરસનામકર્મ (૪) કષાયરસનામકર્મ અને (૫) મધુરરસનામકર્મ.
જે કમના ઉદયથી પ્રાણિયનાં શરીરમાં તિક્તરસ ઉત્પન્ન થાય છે, જેમ-મરચાં આદિના (અથવા લીંબડા વગેરેનાં) શરીરમાં, તે તિક્તરસનામકર્મ કહેવાય છે, એજ પ્રકારે બાકીનાનું પણ સ્વરૂપ સમજી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સ્પર્શનામકર્મ કેટલા પ્રકારનાં કહ્યાં છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! આઠ પ્રકારનાં કદમાં છે. જેમ કે-૧) કર્કશસ્પર્શનામકર્મ (૨) મૃદુસ્પર્શનામકર્મ (૩) લઘુસ્પર્શનામકર્મ (૪) ગુરૂસ્પર્શનામકર્મ (૫) સ્નિગ્ધસ્પર્શનામકર્મ (૬) રૂક્ષસ્પર્શનામકર્મ (૭) શીતસ્પર્શનામકર્મ અને (૮) ઉષ્ણસ્પર્શનામકર્મ છે.
જે કર્મના ઉદયથી પ્રાણિનાં શરીરમાં કર્કશ-કઠોર સ્પર્શ ઉત્પન્ન થાય છે, તે કર્કશ સ્પનામકર્મ કહેવાય છે, જેમ-પત્થર આદિમાં. એજ પ્રકારે મૃદુપર્શનામ કર્મ વગેરે પણ જાણવા જોઈએ.
અગુરુલઘુનામકર્મ એકાકાર છે, અર્થાત્ તે એક જ પ્રકારનું છે. એજ રીતે ઉપઘાત નામકર્મ પણ એક જ પ્રકારનું છે.
પરાઘાતનામકર્મ પણ એક જ પ્રકારનું છે.
આનુપૂર્વનામકર્મ ચાર પ્રકારનું કહ્યું છે જેમ કે-(૧) નરયિકાનુપૂર્વી નામકર્મ (૨) તિયનિકાનુપૂર્વનામકર્મ (૩) મનુષ્યાનપૂર્વનામકર્મ અનૈ (૪) દેવાનુ પર્વનામકર્મ.
ઉશ્વાસનામકર્મ એકજ પ્રકારનું છે.
બાકીનાં બધાં અર્થાત્ આતપનામકર્મ, ઉદ્યોતનામકર્મ સનામકર્મ, સ્થાવરનામકર્મ, સુમનામકર્મ, ભાદરનામકર્મ, પર્યાપ્ત નામકર્મ, અપર્યાપ્ત નામકર્મ, સાધારણશરીરનામકર્મ,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫