Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન-હે ગૌતમ ! સ્યાત્ આહારક યાત્ અને અનાહારક હોય છે. વિહગતિ આદિની અપેક્ષાથી અનાહારક અને અન્ય સમયમાં આહારક સમજવા જોઈ એ.
સમુચ્ચય સકષાય જીવની જેમ સકષાય નૈરયિક, સુરકુમાર આદિભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિય ́ચ, મનુષ્ય, વાનષ્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક પણ કદાચિત્ આહારક હેાય છે, કદાચિત્ અનહારક હોય છે. પણ ખડુત્વની વિવક્ષાથી કાંઈક વિશેષતા એ છે કે જેમ-ઘણાની વિવક્ષામાં સમુચ્ચય જીવે અને એકેન્દ્રિયા સિવાય સકષાય નારક આદિમાં ત્રણ ત્રણ ભંગ મળે છે. તે ભંગે આ પ્રકારે છે.—
(૧) બધા સકષાય આહારક હોય છે, આ પ્રથમ ભંગ છે. (ર) અથવા ઘણા આહારક અને કાઇ એક અનાહારક, આ દ્વિતીય ભંગ છે. (૩) અથવા ઘણા આહારક અને ઘણા અનાહારક, આતૃતીય ભંગ છે.
સકષાય સમુચ્ચય જીવામાં અને પાંચ પૃથ્વકાયિક આદિ એકેન્દ્રિયમાંથી પ્રત્યેકમાં ઘણા આહારક અને ઘણા અનાહારક, આ એક જ ભંગ મળે છે. કેમ કે આ બન્ને સક્યાય સઢા બહુસંખ્યામાં જ મળે છે.
ચાવીસે દડકે માં એકત્વની અપેક્ષા થી અને ખડુત્વની અપેક્ષાથી, ક્રોધકષાયીના વિષયમાં સમુચ્ચય સકષાય જીવની સમાન જ કદાચિત આહારક, કદાચિત અનાહારક એમ કહેવુ જોઈએ. ત્યાં પણ ક્રોધકષાયી સમુચ્ચય જીવામાં તથા પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિયામાં અભંગક અર્થાત્ એક જ ભગ થાય છે, શેષમાં ત્રણ ભગ થાય છે. પણ વિશેષતા એ છે કે ક્રોધકષાયી વેશમાં છ ભંગ કહેવા જોઇએ. દેવામાં રવભાવથી જ લાભની અધિકતા હોય છે. ક્રોધની બહુલતા નથી હોતી, અતઃ ક્રોધ કષાયવાન્ દેવકદાચિત એક પણ મળે છે, તેથી જ છ ભાંગ કહેલા છે. તે આ પ્રકારે છે–
(૧) બધા ક્રોધકષાયી દેવ આહારક જ હાય છે. આ પ્રથમ ભોંગ છે. જ્યારે કાઈ પણ ક્રોધકષાયી દેવ વિગ્રડુગતિ સમાપન્ન નથી હાતા ત્યારે આ ભંગ ઘટિત થય છે. (૨) કદાચિત્ ખધા અનાહારકજ હાય છે; આ બીજો ભાગ છે. જ્યારે કાઈ પણ ક્રોધકષાયી દેવ આહારક નથી મળી આવતા ત્યારે આ ભંગ થાય છે. અહીં માન આદિના ઉચથી રહિત-જ ક્રોધના ઉય વિવક્ષિત છે, એ કારણે કોધકષાર્થી આહારક દેવને અભાવ સંભવિત છે,
(૩) કદાચિત્ એક આહારક, એક અનાહારક આ ત્રીજો ભંગ છે. (૪) કદાચિત્ એક આહારક, ઘણા અનાહારક આ ચેથા ભંગ છે, (૫) કદાચિત્ ઘણા આહારક, ઘણા અનાહારક, આ પાંચમે ભંગ છે અને (૬) કદાચિત્ ઘણા આહારક, ઘણા અનાહારક. આ છઠ્ઠો ભંગ આ બધા ભંગ સુગમજ છે,
માનકષાય અને માચાકષાર્થી જીવાદિમાં એકત્વની અપેક્ષાથી પૂર્વોક્ત રીતિથી જ સમજવુ' જોઈ એ, અહુત્વની વિક્ષાર્થી જે વિશેષતા છે, તેને કહે છે, માનકષાય અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૪૫