Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે તેત્રીસમાં પદમાં જ્ઞાનના પરિણામ વિશેષ અવધિની પ્રરૂપણ કરવા માટે પ્રથમ અવધિ સંબંધી સંગ્રહણી ગાથાનું કથન કરે છે
સર્વ પ્રથમ અવધિના ભેની કરૂણા કરાશે, ત્યાર પછી તેના વિષયનું પ્રતિપાદના કરે છે, ત્યાર બાદ સંસ્થાન અર્થાત અવધિ દ્વારા પ્રકાશિત ક્ષેત્રના તપ, આદિ આકાર કહેવામાં આવશે. અવધિ દ્વારા પ્રકાશિત ક્ષેત્રને આકાર ઉપચાર અવધિને આકાર કહેવાય છે.
એ જ પ્રકારે આભ્યન્તર અને બહા–બે પ્રકારના અવધિ કહેવાશે. જે અવધિ બધી દિશાઓમાં પોતાના પ્રાકાશ્ય ક્ષેત્રને પ્રકાશિત કરે છે અને અવધિજ્ઞાની જે અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત ક્ષેત્રના અંદર જ રહે છે, તે અભ્યતરાવધિ કહેવાય છે. તેનાથી જે વિપરીત હોય તે બાહ્યાવધિ કહેવાય છે. તે અન્તત અને મધ્યગતના ભેદે બે પ્રકારે છે. જે અન્તમાં અર્થાત આત્મપ્રદેશમાં પર્યન્ત ભાગમાં ગત અર્થાત સ્થિત હોય તે અન્તગત અવધિ કહેવાય છે. કેઈ અવધિજ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે તે સ્પર્ધક રૂપમાં ઉત્પન્ન થાય છે અવધિજ્ઞાનની પ્રભાના, ગવાક્ષ-જાળી આદિથી બહાર નિકળનારી દીપપ્રભાના સમાન જે નિયત વિચ્છેદ છે, તેને સ્પર્ધક કહેલ છે.
કહ્યું પણ છે. પર્વક અવધિજ્ઞાનનું વિચ્છેદ વિશેષ છે. સ્પર્ધક એક જીવના અસં. ખ્યાત અને સંખ્યાત હોય છે અને નાના પ્રકારના બન્યા કરે છે. તેમનામાંથી પર્યન્તવતી આત્મપ્રદેશમાં સામે પાછળ, અધે ભાગમાં અગર ઉપરિ ભાગમાં ઉત્પન્ન થયેલ અવધિ આત્માના પર્યત સ્થિત હોવાના કારણે અન્તગત કહેવાય છે, અથવા દારિક શરીરના અન્તમાં જે ગત અર્થાત્ વિત હોય, તે અન્તગત કહેવાય છે, કેમકે તે દારિક શરીરની અપેક્ષાથી કદાચિત એક દિશામાં જાણે છે. અથવા બધા આત્મપ્રદેશોમાં ક્ષાપશમ થવા છતાં પણ દારિક શરીરના અન્તમાં કોઈ એક દિશાએથી જેના કારણે જાણી શકાય છે. તે અન્તગત કહેવાય છે.
તે અવધિજ્ઞાનમાં પણ સ્પર્ધક રૂપ જ હોય છે. એ અન્તગત અવવિ ત્રણ પ્રકારે -પુરતઃ (સામેથી) અતગત, પૃષ્ઠતા (પાછળથી) અન્તગત અને પાશ્વતઃ (પડખેથી)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫