Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બ્રહાલેક અને લાન્તક દેવ ત્રીજી પૃથ્વીના અધસ્તન ચરમાન્તક સુધી જાણે-દેખે છે. મહાશુક અને સહસ્ત્રાર દેવ ચેથી પંકાભા પૃથ્વીના અધસ્તન ચરમાન્તક સુધી અવધિ. જ્ઞાનથી જાણે–દેખે છે. આનત-પ્રાણત, આરણ, અને અશ્રુત દેવ નીચે પાંચમી પૃથ્વીના ધૂમપ્રભાના અધસ્તન ચરમાન્ડ સુધી અવધિજ્ઞાન દ્વારા જાણે-દેખે છે. નીચેના અને મધ્યમના વેયકના દેવ છઠ્ઠી તમપ્રભા પૃથ્વીના અધસ્તન ચરમાન્ત સુધી અવધિજ્ઞાનથી જાણે–દેખે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! ઉપરિ રૈવેયકના દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે–દેખે છે?
શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને, ઉત્કૃષ્ટ નીચે સાતમી પૃથ્વીના નીચલા ચુરમાન્તક સુધી, તિરછા અસંખ્યાતદ્વીપ-સમુદ્રો સુધી તથા ઉપર પિતાના વિમાને સુધી ઉપરી શૈવેયકના દેવ અવધિજ્ઞાનથી જાણી-દેખી શકે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અનુત્તરી અપાતિક દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે–દેખે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! પરિપૂર્ણ લેકનાડીને કે જે ચૌદ રાજુ પ્રમાણ છે, અનુત્તરૈપ પ તિક દેવ જાણે દેખે છે.
કહી શકાય છે કે, વૈમાનિક દેના અધિજ્ઞાનને જઘન્ય વિષ પ્રમાણ અંગુલનો અસંખ્યાતમે ભાગ કહેવે ઉચિત નથી, કેમકે આંગલના અસંખ્યાતમાં ભાગને જાણ નાર અવધિ જઘન્ય અવધિ છે અને જઘન્ય અવધિ તિર્થં ચ મનુષ્યમાં જ મળે છે. તિર્યંચે અને મનુષ્ય સિવાય શેષ જીવેમાં તે મધ્યમ અવધિ જ હોય છે
એનું સમાધાન આ છે કે-સૌધર્મ આદિ દેવામાં ઉપપાત ના સમયે પૂર્વભવ સંબંધી અવધિજ્ઞાનને સંભવ છે, એ કારણે તેમનામાં સર્વ જઘન્ય અવધિ પણ કદાચિત થઇ શકે છે. ઉપપતના પછી તેઓમાં દેવભવ સંબંધી જ અવધિ થાય છે. તેથી જ કોઈ દોષ નથી આવતો.કહ્યું પણ છે-“માનિક દેવોને પૂર્વભવથી સાથે આવેલ અંગુલના અસંખ્યાતમા ભાગને જાણનાર સર્વ જઘન્ય અવધ ઉ૫પાતના સમયે જ થાય છે, ઉપપાત પછી દેવભવ સમ્બન્ધી અવધિ થઈ જાય છે. સૂ૦ રા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૯૭