Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દર્શન છાયા અને તડકાની સમાને પરસ્પર વિરોધી છે. સાકાર તેમજ અનાકર હેિવાથી જે સમયમાં કેવલી જાણે છે, તે સમયમાં દેખતા નથી અને જે સમયમાં દેખે છે, તે સમયમાં જાણતા નથી, એમ સમજવું.
એ જ કહે છે-કેવલી આ રાનપ્રભા પૃથ્વીને આકાર આદિપી જે સમયમાં જાણે છે તે સમયમાં દેખતા નથી, અને જે સમયમાં દેખે છે, તે સમયમાં જાણતા નથી.
એ જ પ્રકારે કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધ્રુમપ્રભા, તમ પ્રભા અને અધઃ સાતમી પૃથ્વીને આકાર આદિથી જે સમયમાં જાણે છે, તે સમયમાં દેખતા નથી અને જે સમયમાં દેખે છે તે સમયમાં જાણતા નથી. યુક્તિ પૂર્વવત્ સમજી લેવી.
એ જ પ્રકારે સૌધર્મ કલ્પને યાવત્ ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર બ્રહ્મલાક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાણત, આરણ અને અચુત કલ્પને આકાર આદિથી જે સમયમાં જાણે છે તે સમયે દેખતા નથી અને જે સમયે દેખે છે તે સમયમાં જાણતા નથી, યુક્તિ પૂર્વવત્ સમજી લેવી.
કેવલી શ્રેયક વિમાનને, અમ્યુત વિમાનને, ઈષ~ાભાર પૃથ્વીને, પરમાણુ યુદ્ગલેને, દ્વિદેશી સ્કને, યાવત્ ત્રિપ્રદેશી, ચતુઃખદેશી, પંચ પ્રદેશી, દેશી, સાતરાકેશી, આઠ પ્રદેશી, નવ પ્રદેશી, દશ પ્રદેશ, સંગતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશ અને અનન્તપ્રદશી કન્ધ ને આકાર આદિથી જે સમયમાં જાણે છે તે સમયમાં દેખતા નથી અને જે સમયમાં દેખે છે તે સમયમાં જાણતા નથી યુક્તિપૂર્વ પ્રમાણે સમજવી. - પહેલા જ્ઞાનને સાકાર અને દર્શનને નિરાકાર નિશ્ચિત કરેલ છે, તેથી જ કેવલી રત્નપ્રભા આદિને આકારના અભાવે જ્યારે દેખે છે, ત્યારે તેઓ દેખે છે. એ પ્રકારે કહેવું જોઈએ, “ જાણે છે,” એવું ન કહેવું જોઈએ. એવી પ્રરૂપણ કરવાને માટે કહે છે- ભગવન્! જ્યારે કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને અનાકારેથી અર્થાત્ પૂર્વોક્ત આકારથી રહિત, અહેતુએથી અર્થાત્ યુક્તિરહિત, અનુપમાઓથી અર્થાત સદૃશતારહિત, અદષ્ટાન્તથી અર્થાત્ ઉદાહરણના અભાવેથી, અવર્ષોથી અર્થાત્ શુકલાદિ વર્ષોથી ગંધ, રસ, સ્પર્શ રહિત, રૂપથી, અસંસ્થાનેથી અર્થાત્ રચના વિશેષથી રહિત. અપ્રમાણથી અર્થાત્ પૂર્વોક્ત પ્રમાણ વિશેષથી રહિત અપ્રત્યવતારોથી અર્થાત્ ઘનોદધિ આદિ વલથી રહિત રૂપથી કેવલ શું જોવે જ છે? જાણતા નથી ?
શ્રી ભગવાન-એને સ્વીકાર કરતાં કહે છે હે ગૌતમ! હા, એ સાચું છે, કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને જ્યારે અનાકાર, યાત-અહેતુઓ, અનુપમાઓ, અદખાતે, અવ, અપ્રમ ણે તેમજ અપ્રત્યવતાથી કેવલ દેખે જ છે ત્યારે જાણતા નથી. યુતિ પૂર્વવત્ સમજવી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે કે કેવલી રત્નપ્રભા પૃથ્વીને યાવત અહેતુઓ અનુપમા આદિથી કેવલ દેખે જ છે, જાણતા નથી ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૭૮