Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આહાર કરે છે, પરિણત કરે છે. અને ઉચ્છ્વવાસ-નિશ્વાસ લેતા રહે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક જીવ જે પુદ્મલાને આહારનારૂપમાં ગ્રહણકરે છે, તે પુત્રામાંથી આગલા સમયમાં કેટલા ભાગને આહાર કરે છે ? કેટલા ભાગનું અવાદન કરે છે. આશય એ છે કે આહાર કરેલા બધાં પુદ્ગલેનું આહ્લાદન થવાં સભવિત નથી. શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! નારક જીવ આહારના રૂપમાં જેટલા પુદ્ગલાને ગ્રહણ કરે છે તેમના અસંખ્યાતમા ભાગને આહાર કરે છે, (શેષ પુત્રàાના આહાર થઈ જ નથી શકત) અને જેટલા પુદ્ગલેનેા આહાર કરે છે, તેના અનન્તમા ભાગનું આસ્વાદન કરે છે. શેષનુ આસ્વાદન ન થવાં છતાં પણ તે શરીરરૂપ પરિણમનને પ્રાપ્ત થાય છે. (છટૂંકું દ્વાર)
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક જીવ જે ત્યજેલાથી શેષ તેમજ શરીર પરિણામના ચગ્ય પુદ્ગલાને આહારના રૂપમાં ગ્રણ કરે છે, તે બધાના આહાર કરે છે, અથવા ! સ અર્થાત્ ખધાના એક ભાગના આહાર કરે છે?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! તે ખધા પુદ્ગલાના આહાર કરે છે, કેમ કે તે ખચેલાથી શેષ અને કેવલ આહાર પરિણામને વૈગ્ય જ ગ્રહણ કરાયેલા હાય છે. (સાતમુ દ્વાર)
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક જીવ જે પુદ્ગલાને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, તે પુદગલે નારકના માટે કેવા સ્વરૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે ?
શ્રીભગવાન્ હે ગૌતમ ! આહારના રૂપમાં ગ્રહણ કરાયેલા તે પુદ્ગલા શ્રેત્રન્દ્રિયના રૂપમાં યાત્ ચક્ષુરિન્દ્રિય ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, તથા સ્પર્શેન્દ્રિયના રૂપમાં પુનઃ પુન;
પારજીત થાય છે. કન્તુ યાદ્રવના રૂપમાં પારણા યનાર ત પુહૂમલા ગુપ્ત નવા હતા પણ
નિતાન્ત અશુભ રૂપ હોય છે, તે આગળ કહે છે-તે પુદ્ગલે અનિષ્ટ રૂપમાં પરિણત થાય છે કિન્તુ વાસ્તવમાં શુભ હેવાથી પણ કેટલાક જીવેાના પુદ્ગલ અનિષ્ટ પ્રતીત થાય છે, જેમ માખીઓને કપૂર ચન્દન આદિ તેથી જ તેમની વ્યાવૃતિ માટે કહેલ છે—અકાન્ત અર્થાત્ અકમનીય યા જે અત્યન્ત અનુભવણુ વાળા હોય, અપ્રિય અર્થાત્ દેખતી વખતે પણુ અન્ત:કરણને પ્રિય ન લાગે. અશુભ અર્થાત્ અશુભ વ ગન્ધરસ સ્પર્શીવાળા અમનાજ્ઞ અર્થાત્ જે વિષાકના સમયે લેશ જનક હોવાના કારણે મનમાં અહ્લાદ ઉત્પન્ન ન કરે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૦૩