Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન! દ્વીન્દ્રિયજીવ કેટલા યુગલોને આહારના રૂપમાં ગ્રહણ કરે છે, શું તે બધાં ત્યક્ત શેષ પુદ્ગલેને આહાર કરે છે, અથવા બધાના એક દેશને અ હાર કરે છે !
શ્રી ભગવાન–હે ગૌતમ! દ્વીન્દ્રિય જેને અહાર બે પ્રકારને કહે છે-લેમાહાર અને પ્રક્ષેપાહાર. લેમ એટલે રે મારા કરાતે જે અહાર તે લોમાહાર કહેવાય છે. મઢામાં નાખીને અગર મુખદ્વારા જે આહાર કરાય છે, તે પ્રક્ષેપાહાર છે.
વર્ષ આદિની મોસમમાં અઘરૂપથી પુદ્ગલોનું શરીરમાં પ્રવેશ થઈ જવું થાય છે, જેનું અનુમાન મુત્ર આદિથી કરાય છે. તે લોમાહાર સમજવો જોઈએ. પ્રક્ષેપ આહારને કલલાહાર પણ કહેવાય છે.
દ્વીન્દ્રિય જીવ લોમહારના રૂપમાં જે પુદગલોને ગ્રહણ કરે છે. તે બધાને પૂર્ણ અશેષરૂપમાં આહાર કરે છે. કેમ કે તેમને સ્વભાવજ એવો હોય છે. કિન્તુ દ્વન્દ્રિય જીવ જે પુદ્ગલોને પ્રક્ષેપાહારના રૂપમાં ગ્રહણ કરે છે. તેમના અસંખ્યાતમા ભાગને જ આહાર કરે છે. તેમના ઘણ-સહસ્રભાગ એમ જ વિધ્વંસને પ્રાપ્ત થઈ જાય છે. તેમને બહાર કે અંદર સ્પર્શ નથી થતું અને આસ્વાદન પણ નથી થતાં. તેમાં કોઈ પુદ્ગલ અતિ સ્કૂલ હોવાના કારણે અને કઈ અતિસૂમ હોવાના કારણે આહુત નથી થઈ શકતાં. પૃષ્ટ ન થનારા અને આસ્વાદનમાં નહીં આવનારાં પુદ્ગલનું અલેપ બહુત્વ બતાવે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! પ્રક્ષેપાહાર રૂપમાં ગ્રહણ કરાતાં અનાસ્વાદ્યમાન અને અસ્પૃશ્ય માન પુદ્ગલોમાં કેણ કેનાથી અ૯પ, ઘણું, તુલ્ય અથવા વિશેષાધિક છે. ?
શ્રી ભગવાન–હે ગૌતમ! અનારાધમાન પુદ્ગલ બધાથી ડાં હોય છે તેમની અપે ક્ષાએ અસ્પૃશ્યમાન પુદ્ગલ અનંતગુણિત છે, એક-એકસ્પર્શ ગ્ય ભાગમાં અનન્તમ ભાગ આસ્વાદ્યબને છે, એ કારણે અનાસ્વાધમાન પુદ્ગલ થડા જ હોય છે, કેમકે અસ્પૃશ્ય માન પુદ્ગલોની અપેક્ષાએ તેઓ અનન્તમભાગ હોય છે. અસ્પૃશ્યમાન પુદ્ગલ અનન્ત ગણા હોય છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! દ્વીન્દ્રિયજીવ આહારના રૂપમાં જે પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે મુદ્દગલો તેમને માટે કેવા રૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે?
શ્રી ભગવાનહે ગૌતમ ! જિહુવેદ્રિયની વિમાત્રા અને સ્પશે નિદ્રયની વિમાત્રાનારૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે. વિમાત્રાને અર્થ છે વિષમમાત્રા. તાત્પર્ય એ છે કે તે પુદુગલે નારકોના સમાન એકાન્ત અશુભરૂપમાં પરિણત નથી થતાં અને દેવોની સમાન એકાત શુભ રૂપમાં પણ પરિણત નથી થતાં. તે કારણે તેમના પરિણમન વિમાત્રાના રૂપમાં કહેલ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૧૬