Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કત્વનું... નિરૂપણ કરાયેલુ છે, એજ પ્રકારે અભવસિદ્ધિકમાં પણ કહેવુ જોઈએ, કેમકે બન્ને જગ્યાએ એકત્વ અને હુત્વના વિષયમાં ભગ સમાન જ છે, એ અભિપ્રાયથી કહે છે પૂર્વોક્ત ભવસિદ્ધિકની જેમ જીવથી લઈ ને વૈમાનિક સુધીના પીસે દડકામાં એકત્વ અને મહુત્વની અપેક્ષાથી આહારકત્વ તેમજ અનાહારકત્વના વિષયમાં સમજી લેવુ' જોઇએ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! ના ભવસિદ્ધિક ના અભર્વાસ દ્ધક જીવ આહારક હોય છે કે અનાહારક ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! ના ભવસિદ્ધિક નેા અભયસિદ્ધિક જીય સિદ્ધ જીવ જ થઇ શકે છે. સિદ્ધ ભવથી અતીત થવાના કારણે ભસિદ્ધિક નથી કહેવાતા. અભવસિદ્ધિક તે કહેવાય છે જે મેક્ષગમનને ચગ્ય ન હેય, તેથી જ સિદ્ધિને પ્રાપ્ત સિદ્ધને અભવસિદ્ધિ પણ નથી કહી શકતા. એ પ્રકારે ના ભવસિદ્ધિક ના અભસિદ્ધિકની પ્રરૂપણામાં એજ પદ થઈ શકે છે-જીવ પદ અને સિદ્ધ પદ, આ બન્ને પદોમાં એકત્વની વિવક્ષાથી એક જ ભાઁગ થાય છે. અનાહારક એ અભિપ્રાય કહેછે-હે ગૌતમ ! ને ભવસિદ્ધિક, ના અભવસિદ્ધિક જીવ આહારક નથી હાતા, અનાહારક હાય છે, કેમ કે સિદ્ધત્વમાં તેનું પવસાન થઈ ગયું છે. એજ પ્રકારે સિદ્ધ પણ આહારક નથી હેાતા, કેમ કે સમસ્ત શરીરથી રહિત હેવાના કારણે જ સિદ્ધ થાય છે.
હવે ખડુત્વની વિવક્ષાથી પ્રરૂણા કરે છે—
ગૌતમસ્વામી-હે ભગવન્ ! ના ભવસિદ્ધિક ના! અભવસિદ્ધિક જીવા આહારક હાય છે. કે અનાહારક હોય છે ?
શ્રીભગવાન—હે ગૌતમ! એક ના ભવસિદ્ધિક–ના અભવસિદ્ધિકની જેમ ઘણા ના ભવસિદ્ધકિ ને અભસિદ્ધિક પણ આહારક નથી હ।તા, પણ અનાહારક હોય છે, કેમ કે તેમનુ –પણ સિદ્ધત્વમાં જ પયવસાન થાય છે.
એ કારણે અહુત્વ વિશિષ્ટ સિદ્ધ પણ આહક નથી કિન્તુ અનાહારકજ હેાય છે. વિષયમાં ચુંક્તિ પૂર્વવત્ છે.
હવે ત્રીજા સ'ની દ્વારની પ્રરૂપણા કરાય છે
શ્રી ગૌતમરવામી-હે ભગવન્ ! સ'ની જીવ આહારક હૈાય છે. કે અનાહારક હાય છે? શ્રી ભગવાન્-હે ગૌતમ ! સ્થાત્ આહારક હેાય છે. સ્યાત્ અનાહારક હોય છે.વિગ્રહગતિની અવસ્થામાં અનાહારક સમજવા જોઈએ, અને અન્ય સમયમાં આહારક સમજવા જોઇએ. શકા-જે મનથી યુક્ત હાય તે સંજ્ઞી કહેવાય છે, વિગ્રહગતિમાં મન નથી હતું એવી સ્થિતિમાં સન્ની થઈને અનાહારક કેવી રીતે થઈ શકે ?
સમાધાન–વિગ્રહગતિને પ્રાપ્ત થઇને પણ જે જીવ સ`જ્ઞીના અયુષ્યનુ વેદન કરી રહેલ છે, તે, તે સમયે મનના અભાવમાં પણ સની જ કહેવાય છે, જેમ નારકના આયુષ્યના વેદ નના કારણે વિગ્રહગતિપ્રાપ્ત નરકગામી જીવ નારક કહેવાય છે, એથી જ ઉક્ત કથન નિર્દોષ છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૩૩